ટીટોઇમાં વેદમાતા ગાયત્રી મંદિરે અને આંહોજ માતાજીમાં ગરબાની રમઝટ

(પ્રતિનિધિ)મોડાસા, મોડાસા તાલુકામાં ટીંટોઇ ગામે વેદમાતા ગાયત્રીજીના પૂર્ણ કદની માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠિત ગાયત્રી મંદિરે અને અતિ પ્રાચીન આંહોજ માતાજી મંદિરે ચાચર ચોકમાં ફરતી માંડવી સાથે આ વર્ષે અગાઉના કોરોનાના બે વર્ષ પછી આ વર્ષે નવરાત્રી મહોત્સવ ભારે ઉમંગે ઉજવાઈ રહ્યો છે.
જાેતજાેતામાં આજે નવમું નોરતું આવી ગયું અને આ વર્ષે આબાલવૃદ્ધ સૌ કોઈ અદમ્ય ઉત્સાહ ઉમંગે ડીજે અને ગાયક વૃંદના પ્રાચીન;અર્વાચીન ગરબાની તાલે નાચી ઝૂમી ઉઠ્યા હતા.શક્તિની આરાધના અને ઉપાસનાના આ પર્વે આ વર્ષે ખેલૈયાઓ મન મુકીને માતાજીના ગરબે ઘુમી રહ્યા છે.
ટીંટોઇમાં આ બે મંદિર સાન્નિધ્યે ઉપરાંત અંબાજીના સ્વયં પ્રાગટય મંદિરે પણ ભાવિકો ગરબે ઘૂમીને ધન્ય બની રહ્યા છે.આયોજકો દ્વારા ખૂબ સારી વ્યવસ્થા ને લઈ માતાઓ..બહેનો..યુવક યુવતીઓ,બાળકો પણ મુક્તમને ગરબે રમી આ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે.