ગરબાડાના છરછોડા ગામે દિપડાના હુમલામાં વૃદ્ધ મહિલા ઘાયલ

(પ્રતિનિધિ) ગોધરા, દાહોદ જિલ્લામાં આવેલા ગરબાડા તાલુકાના છરછોડા ગામમાં એક ભયજનક ઘટના સામે આવી છે. ગામમાં રહેતી ૬૦ વર્ષીય વૃદ્ધ મહિલા ઘરની બહાર ઊંઘી રહી હતી ત્યારે અચાનક દિપડાએ હુમલો કર્યો હતો.
મહિલાની ચીખચીખ અને ભયના કારણે આસપાસના લોકો દોડી આવ્યા.આ ઘટનાથી ગામમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. દીપડો માણસોની અવાજો અને ભાગાદોડથી ડરીને ત્યાંથી પલાયન થઈ ગયો.
પરિણમે, મહિલાને ગંભીર ઇજાઓ સાથે તરત નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છેઅત્યારે આ ઘટનાને લઈને ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. લોકોમાં દીપડાના હુમલાને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વનવિભાગ દ્વારા પણ ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને દિપડાની હાજરી અંગે સાવચેતી રાખવા માટે ગ્રામજનને અનુરોધ કરવામા આવ્યો છે.