આમોદ નગર પાલિકાની કચરો ઉપાડતી ગાડીઓ બગડતા ગંદકીનુ સામ્રાજ્ય
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આમોદ નગરપાલિકામાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા ટેમ્પા સામાન્ય ખર્ચની કામગીરી ન કરાવતા લાખો રૂપિયાની રકમના સરકારે આપેલા સફાઈ રાખવા માટેના ડોર ટુ ડોર કલેક્શન માટેના છોટા હાથી ટેમ્પો / ટ્રેક્ટર / જીસીબી રોડની સફાઈ માટેનો બ્રશ મશીન જેવા અન્ય સાધનો નજીવો ખર્ચનાં કરાવતા વાહનો તથા સાધનો ધૂળ ખાતા નજરે પડ્યાં હતા.
રાજ્ય સરકાર દ્રારા સ્વચ્છ અભીયાન હેતુસર ફાળવવા માં આવેલ આમોદ શહેરમાં ડોર ટુ ડોર કલેક્શન માટે ટેમ્પા ન જતા હોવાના કારણે આમોદ નગરમાં જ્યાંને ત્યાં કચરાનાં ઢગલે ઢગલા હોવાથી ઠેર ઠેર ગંદકીનું સામ્રજય સર્જાતા સ્વછતા અભિયાન નાં ધજાગરા ઉડાવતું તંત્ર નજરે પડ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ સાજીદની રાણાએ વાતચીત દરમ્યાન આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યુ હતુ કે પાલિકાના સત્તાધિશો દ્વારા આ બાબતની જો વેહલી તકે નિકાલ કરવામાં નહિ આવે તો આગામી દીવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચચારી હતી