Western Times News

Gujarati News

ધાનેરામાં ઘરમાં ગેસ સિલિન્ડર ફાટ્યો, બે લોકોને ગંભીર ઈજા

પ્રતિકાત્મક

ધાનેરા, બનાસકાંઠાના ધાનેરામાં ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના સામે આવી છે. ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવ્યા છે. ઘટનાને લઈ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે પોલીસ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી.

ધાનેરામાં ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના સામે આવી છે. ધાનેરા શહેરમાં આવેલ મધુસુદન વીલા સોસાયટીમાં ગેસ સિલિન્ડર ફાટ્યો છે. ઘટનામાં બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ગંભીર ઈજાઓને લઈ બંને લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગેસ સિલિન્ડર ફાટવાને લઈ મકાનનું રસોડું પણ જર્જરિત થયું હતુ. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ સહિતના અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી હતી. એક ચુવક અને આધેડ એમ બે પુરુષોને ગેસનો બાટલો ફાટવાને લઈ ઈજા પહોંચી હતી.

જે બંને હાલમાં સારવાર હેઠળ છે. જ્યાં તેઓની સ્થિતિ નિયંત્રણ હેઠળનું તબિબી સુત્રોએ જણાવ્યુ હતુ. બંને શરીરે દાઝી જતા સારવાર હાથ ધરાઈ છે. ધડાકાભેર બાટલો ફાટવાને લઈ ઘરને પણ મોટું નુક્સાન થયું છે. ઘરની દિવાલોમાં મોટી તિરાડો સર્જાઈ ગઈ હતી. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.