Western Times News

Gujarati News

આંધ્ર પ્રદેશમાં કંપનીમાં ગેસ લીક: ૫૦ લોકો હોસ્પિટલમાં દાખલ

વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશના અનાકાપલ્લી જિલ્લાના અલ્ચુતાપુરમમાં એક કંપનીમાં શંકાસ્પદ ગેસ લીકની સૂચના મળી છે. ઘણી મહિલાઓ બિમાર થયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

અનાકાપલ્લી પોલીસ અનુસાર, અલ્ચુતાપુરમમાં સ્થિત એક કંપનીમા ં ગેસ લીકની સૂચના બાદ ૫૦ લોકો બીમાર થયા છે. એસપી અનાકાપલ્લેએ કહ્યુ કે કથિત રીતે બ્રેન્ડિક્સના પરિસરમાં ગેસ લીક થયો છે. ૫૦ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરિસરમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે.

પોલીસ એપીપીસીબીના અધિકારીઓ આવે અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરે તેની રાહ જાેઈ રહી છે. કોઈને પરિસરની અંદર જવાની મંજૂરી નથી. આ ઘટનાને લઈને આંધ્ર પ્રદેશના ઉદ્યોગ મંત્રી ગુડીવાડા અમરનાથે અધિકારીઓ સાથે વાત કરી છે. તેમણે અધિકારીઓને પીડિતોને સારી સારવાર ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. જાણવા મળી રહ્યું છે કે જ્યાં ઝેરી ગેસ લીક થયો છે તે કપડા બનાવવાની કંપની છે.

ગેસ લીકને કારણે ૫૦ મહિલા કર્મચારીઓ બીમાર પડી છે. પહેલા તેને ઉલ્ટીઓ થવા લાગી અને તેમણે ગુંડળામણની ફરિયાદ કરી. ત્યારબાદ કંપનીના કર્મચારી બેભાન મહિલા કર્મચારીઓને એમ્બ્યુલન્સથી નજીકની હોસ્પિટલમાં લઈ ગયા.

હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ વિસ્તારમાં ગેસ લીકનો કોઈ પ્રથમ મામલો નથી. બે મહિના પહેલા પણ અલ્ચુતાપુરમ એસઈઝેડમાં ગેસ લીક થયો હતો. ત્યારે આશરે ૨૦૦ મહિલા કર્મચારી ગેસ લીક બાદ બીમાર પડી ગઈ હતી.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.