વૈષ્ણોદેવી બ્રિજ પાસે ગેસ પાઈપ લાઈન લીકેજ થતાં દોડધામ મચી
(એજન્સી)અમદાવાદ, સરખેજ ગાંધીનગર હાઈવે પર આવેલ નિરમા યુનિવર્સિટી પાસે આ ઘટના ઘટી હતી. અંડર ગ્રાઉન્ડ ગેસ પાઈપ લાઈન લીકેજ થઈ જતા ગેસનુ ગળતર થવા લાગ્યુ હતુ. અચાનક જ ગેસ નિકળવાને લઈ આગ ફાટી નિકળતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ગેસ લીકેજ એકદમ પ્રેસર સાથે થતો હોવાને લઈ આગની જ્વાળાઓમાં થોડીક જ વારમાં મોટા સ્વરુપે જાેવા મળવા લાગી હતી.
અમદાવાદ શહેરમાં ગેસ પાઈપ લાઈન લીકેજ થતા આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરના સરખેજ ગાંધીનગર હાઈવે પર આવેલ નિરમા યુનિવર્સિટી પાસે આ ઘટના ઘટી હતી. અંડર ગ્રાઉન્ડ ગેસ પાઈપ લાઈન લીકેજ થઈ જતા ગેસનુ ગળતર થવા લાગ્યુ હતુ.
અચાનક જ ગેસ નિકળવાને લઈ આગ ફાટી નિકળતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ગેસ લીકેજ એકદમ પ્રેસર સાથે થતો હોવાને લઈ આગની જ્વાળાઓમાં થોડીક જ વારમાં મોટા સ્વરુપે જાેવા મળવા લાગી હતી.
આગની ઘટનાને પગલે સ્થાનિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ટીમનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. બીજી તરફ ગેસ લાઈનની કંપનીની ટીમો પણ ઘટના સ્થળે દોડી આવી હતી, આગને કાબૂમાં લઈને ગેસ લીકેજને બંધ કરવા માટે ફાયર ટીમના જવાનોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
આગને કાબૂમાં લઈને ગેસનુ લીકેજ બંધ કરવામાં આવ્યુ હતુ. વાહન વ્યવહારથી ધમધમતા હાઈવે પાસે જ આ પ્રકારને આગની ઘટનાને લઈ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.