અમૂલથી અમદાવાદ માટે ડેડિકેટેડ રાઉન્ડ-ટ્રિપ એક્ષ્પોર્ટ ટ્રેનને લીલી ઝંડી
આઇસીડી વિરમગામ અને વિવિધ પોર્ટ વચ્ચે શિપિંગ લાઇન કન્ટેઇનર્સની ખેંચની સમસ્યાનું સમાધાન કરવા ગેટવેરેલ દ્વારા નવીન સોલ્યુશન પ્રદાન કરવાનો ઉદ્દેશ
મુંબઈ, ગેટવે ડિસ્ટ્રિપાર્ક્સ લિમિટેડની પેટાકંપની ગેટવેરેલ ફ્રેઇટ લિમિટેડ (ગેટવેરેલ)એ ભારતની ડેરી ક્ષેત્રની સૌથી મોટી સહકારી મંડળી અમૂલ – ગુજરાત સહકારી દૂધ ઉત્પાદક મંડળી (જીસીએમએમએફ) માટે આઇસીડી વિરમગામ અને ન્હાવાશેવા પોર્ટ વચ્ચે એની પ્રથમ ડેડિકેટેડ રાઉન્ડ-ટ્રિપ સર્વિસને લીલી ઝંડી આપી હતી. GatewayRail Flags off Dedicated Round-trip Export Train for Amul from Ahmedabad
અમદાવાદ વિસ્તારના નિકાસકારોને શિપિંગ લાઇન કન્ટેઇનર્સની ચાલુ ખેંચને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાનું સમાધાન કરવા ગેટવે રેલ ફ્રેઇટ લિમિટેડે આઇસીડી વિરમગામ અને વિવિધ પોર્ટ વચ્ચે ડેડિકેટેડ રાઉન્ડ ટ્રિપ સેવાઓ પ્રદાન કરવાનો નિર્ણય લીધો છે, જે ઇનવર્ડ દિશામાં અમદાવાદ વિસ્તારમાં ખાલી કન્ટેઇનર્સ લાવશે અને નિકાસ માટેની ચીજવસ્તુઓ ધરાવતા કન્ટેઇનર્સને આઉટવર્ડ દિશામાં વિવિધ પોર્ટ પર લઈ જશે.
ગેટવે રેલ તમામ મુખ્ય શિપિંગ લાઇન અને મુખ્ય ગ્રાહકો દ્વારા આયાત અને નિકાસ માટે ડેડિકેટેડ વીકલી ટ્રેન સેવાઓ પ્રદાન કરવામાં પથપ્રદર્શક છે. આ ડેડિકેટેડ સેવાઓ નિકાસના કેસમાં વેસલ કટ-ઓફ અને આયાત માટે આવતા જહાજો સાથે સુસંગત છે. કંપની 31 ટ્રેન સેટના કાફલાનું સંચાલન કરે છે અને એની સંપૂર્ણ વાર્ષિક સંચાલનક્ષમતા 600,000 TEUsથી વધારે છે.