ક્રેડિટ કાર્ડ બદલીને ગઠિયાએ ૩૦ હજાર રૂપિયાનું ચીટિંગ કર્યું
અમદાવાદ, એટીએમમાં રૂપિયા ઉપાડવા જાઓ છો અથવા તો કોઈ અન્ય કામથી એટીએમમાં જાઓ ત્યારે કોઈ અજાણી વ્યકિતને તમારી પાસે ઉભી ના રાખશો કારણ કે તે તમારી મદદ કરવાને બહાને તમારું ડેબીટ કાર્ડ અથવા ક્રેડીટ કાર્ડ બદલી દેશે અને તેનાથી રૂપિયા ઉપાડી લેશે. છેલ્લા ઘણા સમયથી ડેબીટ કાર્ડ અને ક્રેડીટ કાર્ડ બદલીને એટીએમ દ્વારા રૂપિયા ઉપાડી લેવાના અનેક કિસ્સાઓ બન્યા છે.
શહેરમાં ચોરો હવે નવી નવી તરકીબો અજમાવીને ચોરીઓને અંજામ આપી અને ભોળી પ્રજાને નિશાન બનાવી રહ્યાં છે. આવો જ એક બનાવ શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતા યુવકનું ક્રેડીટ કાર્ડ બદલીને અજાણી વ્યકિતએ ૩૦ હજાર રૂપિયા ઉપાડી લીધા છે.
ઓઢવ વિસ્તારમાં સુરેન્દ્ર સરોજે પોલીસ સ્ટેશનમાં એક શખ્સ વિરૂધ્ધ છેતરપિંડીની ફરીયાદ કરી છે. થોડાક દિવસ પહેલાં સુરેન્દ્ર સરોજ સી.યુ. એચ.હોસ્પિટલની સામ એકસીસ બેંકનો એટીએમમાં નવા ક્રેડીટ કાર્ડનો પિન નંબર જનરેટ કરવા માટે ગયો હતો સુરેન્દ્ર એટીએમમાં ક્રેડીટ કાર્ડ નંબર જનરેટ કરવાની કોશીશ કરતો હતો પરંતુ તેને નંબર જનરેટ કરતાં આવડતું ન હોવાથી યુવકે તેને મદદ કરવાને બહાને ક્રેડીટ કાર્ડ લઈને બદલી દીધું હતું અને તે પછી સુરેન્દ્ર તેમનું કેડીટ કાર્ડ લઈને જતો રહયો હતો.
સુરેન્દ્ર ઘરે જતાં તેના મોબાઈલ ફોન પર મેસેજ આવ્યો હતો કે ૩૦ હજાર રૂપિયા તમારા ખાતામાંથી ડેબીટ થયા છે. ગઠિયાએ સુરેન્દ્રની નજથર ચુકવીને કાર્ડ બદલી નાખ્યું હતું અને કોઈ અન્ય વ્યકિતનું કાર્ડ તેને આપી દીધું હતું. ઓઢવ પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ગઠીયાએ તેના ખાતામાંથી ૩૦ હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. ઉલ્લેખનીય છેકે દર મહીને સંખ્યાબંધ લોકો આ પ્રકારના ચીટીગનો પોલીસ આવું ચીટીગ કરતા આરોપીઓને પકડવામાં નાકામિયાબ રહી છે.