વેપારીને હાઇ ક્વોલિટી સ્ટોકના ટ્રેડિંગ માટે ગઠિયાઓએ લિંક મોકલી ૮૮ લાખ પડાવ્યા
અમદાવાદ, શહેરના નવરંગપુરામાં રહેતા વેપારી સાથે ૮૮ લાખનું સાયબર ળોડ થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. થોડા સમય પહેલા આધેડ વેપારીએ સોશિયલ મીડિયા પર સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા અંગેની લિંક જોઇ હતી. જે લિંક પર ક્લીક કર્યા બાદ તે વોટ્સએપ અને ટેલિગ્રામના ગ્રુપમાં જોડાયા હતા.
જે ગ્‰પમાં રોકાણ કરવાનું કહીને હાઇ ક્વોલિટી સ્ટોકના ટ્રેડિંગની માહિતી આપવામાં આવતી હતી. વેપારીએ ટુકડે ટુકડે ૮૮.૦૫ લાખ ભર્યા બાદ તેમની સાથે છેતરપિંડી થઇ હોવાનું ધ્યાને આવ્યુ હતું. આ મામલે ગુજરાત યુનિ. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નવરંગપુરામાં રહેતા ૫૦ વર્ષીય આધેડ વિજય ચાર રસ્તા પાસે ટેલિકોમ સર્વિસની દુકાન ધરાવે છે.
ગત તા.૨૪ ડિસેમ્બરે તેમણે સોશિયલ મીડિયા પર સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા અંગેની લિંક જોઇ હતી. જે લિંક ખોલતા જ ૧૪૯ મેમ્બર ધરાવતુ વોટ્સએપ ગ્‰પ ખુલ્યું હતું. જેમાં ડીમેટ એકાઉન્ટ ખોલાવવા માટે લાયઝનીંગ ઓફિસરનો નંબર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આધેડ વેપારીને ટેલીગ્રામની લિંક આવી હતી.
જેમાં હાઇ ક્વોલિટી સ્ટોકના ટ્રેડિંગના કામ માટે માહિતી આપવામાં આવી હતી. જે બાદ તેમને એક લિંક ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવવા માટે આવી હતી. જેમાં ઇન્વીટેશન કોડ આપીને તેમની ખાનગી વિગતો ભરાવવામાં આવી હતી. ત્યારબાદ આધેડ વેપારીને ટેલિગ્રામ એકાઉન્ટમાંથી કેટલાક નંબરો પરથી પૈસાનું રોકાણ કરવા માટે લોભામણી લાલચો આપવામાં આવી હતી.
આધેડ વેપારીએ અલગ અલગ સ્ટોક ખરીદવા અને નવા આઇપીઓ એલોટ કરવા માટે કુલ રૂ. ૮૮.૦૫ લાખ ભરી દીધા હતા. જે બાદ ગઠિયાઓએ અલગ અલગ ચાર્જ પેટે વધુ નાણાંની માગણી કરતા પોતાની સાથે સાયબર ળોડ થયાની વેપારીને જાણ થઇ હતી. જેથી તેમણે આ મામલે પોલીસને જાણ કરી હતી. આ મામલે ગુજરાત યુનિ. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.SS1MS