સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયું ગૌ-મય વૈદિક હોલીકા દહન
સોમનાથ, સોમનાથ મંદિર પરિસરમાં આવેલ પથિકાશ્રમ ગ્રાઉન્ડ ખાતે હોલિકા દહનનું આયોજન કરવામાં આવેલ. જેમાં ટ્રસ્ટના પૂજારીશ્રીઓ ના વૈદિક મંત્રો.. ગીરગાય માતાનું ઘી.. ગૌ માતાના પવિત્ર છાણમાંથી બનતા છાણા.. ભીમસેન કપુર, પવિત્ર સમીધ કાષ્ટ અને ધૂપ તેમજ જડીબુટ્ટીઓ સાથે તૈયાર કરેલ હોલિકા નું પૂજન કરવામાં આવેલ, ત્યારબાદ હોલિકા દહન થયેલ. આ પ્રસંગે સોમનાથ દર્શનાર્થે આવેલા યાત્રીઓ, સ્થાનીકો, તથા ટ્રસ્ટ ના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહેલા હતા. આગામી વર્ષ આરોગ્યમય નિવડે તેવી સોમનાથ મહાદેવ ને પ્રાર્થના કરવામાં આવેલ હતી.
વૈદિક હોલિકા દહન સાથે વિજ્ઞાન જાેડાયેલ છે, ગીર ગાયના છાણા અને ઘી પ્રજ્વલિત કરાતા ઓક્સિજન વાયુની શુદ્ધી થાય છે. સાથે કપુર અને જડીબુટ્ટી ગાયના ઘી અને છાણા સાથે પ્રજ્વલિત થતા જીવાણુજન્ય રોગોની ઉત્પતિ અટકે છે. સાથે હોલિકાની પ્રદક્ષિણા કરતા વાત પિત્ત અને કફ ત્રણ દોષનું શમન થાય છે. આ તમામ થકી ગૌમાતા અને પ્રકૃતિનું રક્ષણ થાય છે.