Western Times News

Gujarati News

‘ગૌહર ખાન મને ધર્મ પરિવર્તનનું દબાણ કરતી’

મુંબઈ, ટીવી એક્ટર કુશાલ ટંડન એકવાર ફરી ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને ચર્ચામાં છે. એક્ટરે વર્ષાે બાદ બ્રેકઅપના કારણનો ખુલાસો કર્યાે છે. બંનેએ એક વર્ષના ડેટિંગ બાદ પોતાનો સંબંધ ખતમ કરી દીધો હતો. જેના પર હવે એક્ટરે કહ્યું કે, ‘તે મારો ધર્મ બદલવા ઈચ્છતી હતી.’ગૌહર ખાન અને કુશાલ ટંડનના પ્રેમની શરૂઆત વર્ષ ૨૦૧૩માં બિગ બોસના ઘરમાં થઈ હતી.

બંને પહેલાં મિત્ર બન્યા અને બાદમાં પ્રેમ થઈ ગયો. શોની બહાર પણ બંનેનો સંબંધ આગળ વધ્યો હતો. પરંતુ, તે લાંબા સમય સુધી ચાલી ન શક્યો. બંનેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટિ્‌વટ કરીને બ્રેકઅપની જાહેરાત કરી હતી. પરંતુ, છેક હવે જતા બંનેના બ્રેકઅપનું કારણ સામે આવ્યું છે. કુશાલે ગૌહર સાથે બ્રેકઅપના કારણનો ખુલાસો કરતા કહ્યું કે, ‘અમારા બ્રેકઅપનું કારણ ધર્મ હતો.

ગૌહર મને હિન્દુમાંથી મુસ્લિમ ધર્મ પરિવર્તનની માંગ કરી રહી હતી. મારા માટે જિંદગીમાં પ્રેમ મહત્ત્વનો છે પરંતુ, તે જ બધું નથી.’આ પણ વાંચોઃ એક સમયે રિક્ષા પાછળ પોસ્ટર લગાવતો હતો આ અભિનેતા, પછી બન્યો એવો સુપરસ્ટાર કે એક ફિલ્મની કમાણી તો રૂ. ૨ હજાર કરોડને પારજણાવી દઈએ કે, ગૌહર સાથે બ્રેકઅપ બાદ પણ કુશાલ હજુ સુધી કુંવારો છે.

જોકે, ઘણીવાર એવી ચર્ચા સામે આવી છે કે, તે શિવાંગી જોશી સાથે રિલેશનશીપમાં છે. વળી, ગૌહર ખાને જૈદ દરબાર સાથે લગ્ન કરી લીધા છે. બંને જલ્દી જ બીજીવાર માતા-પિતા બનવા જઈ રહ્યા છે. એક્ટ્રેસે હાલમાં જ બેબી બમ્પ ફ્લોન્ટ કરતી પોતાની તસવીરો શેર કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.