ગૌરી ખાન લગ્ન પછી મારા માટે સૌથી મોટી તાકાત બનીઃ શાલિની પસ્સી
મુંબઈ, ઓટીટી પર આવેલા વધુ એક રિયાલિટી ડોક્યુમેન્ટ્રી એન્ડ લાઇફ સ્ટાઇલ શો ‘ફેબ્યુલસ લાઇવ્ઝ ઓફ બોલિવૂડ વાઇવ્ઝ’ દરમિયાન શાલિનીએ ગૌરી અને શાહરુખ સાથની પોતાની લાઇફ અંગે વાત કરી હતી. તેણે કહ્યું કે તેનો પતિ સંજય પસ્સી દિલ્હીમાં ગૌરી ખાનનો પડોશી હતો.
તેમજ તેણે શાહરૂખ સાથે કોલેજમાં અભ્યાસ કર્યાે હતો. શાલિનીએ કહ્યું હતું કે કઈ રીતે શાહરૂખ અને ગૌરીએ તેને હંમેશા સહકાર આપ્યો છે, ખાસ તો એ જ્યારે યુવાન હતી અને તેણે સંજય સાથે લગ્ન કર્યા ત્યારે.તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં શાલિનીએ કહ્યું કે, તેનો હસબન્ડ સંજય પસ્સી શાહરૂખ અને ગૌરી સાથે મોટો થયો છે, જેઓ સંબંધો નિભાવવામાં ઘણા સારા છે.
જ્યારે પોતાના વિશે તેણે કહ્યું કે તે થોડી મૂડી છે અને ક્યારેક તેના કારણે સંબંધો જાળવી રાખવામાં કાચી પડે છે. તે બીજા લોકો માટે હંમેશા હાજર રહે છે, છતાં ક્યારેક તેના મૂડને કારણે સંબંધોમાં અસર થાય છે.આગળ શાલિનીએ કહ્યું કે શાહરૂખ અને ગૌરી સાથેના તેના સબંધો તેના અન્ય મિત્રો કરતા ઘણા અલગ છે.
તેણે શાહરૂખ અને ગૌરીને એવા દંપતિ ગણાવ્યા હતા જેમણે મુંબઇ જઇને સફળતા મેળવીને પોતાની અલગ દુનિયા બનાવી છે. છતાં તેઓ પોતાના જૂના મિત્રો સાથે સંબંધ જાળવી રાખે છે.
ગૌરી હંમેશા શાલિની માટે તાકાત બની રહી છે. ખાસ તો તેણે બહુ યુવાન વયે સંજય સાથે લગ્ન કરી લીધા ત્યારે ગૌરીએ તેને ઘણો સહકાર આપ્યો હતો. શાલિની ગૌરીની ઇમાનદારીને વખાણે છે અને માને છે કે તે ગૌરી પર સંપૂર્ણ વિશ્વાસ મુકી શકે છે અને તેને વિશ્વાસ છે કે તેમનો તેને ૧૦૦ ટકા દિલથી ટેકો મળશે.SS1MS