શાહરુખ ખાનના સ્ટારડમની કિંમત ગૌરી ખાને ચૂકવવી પડી
મુંબઈ, બોલિવૂડ પ્રોડ્યુસર અને કરણ જાેહરના ટોક શૉ કોફી વિથ કરણની અત્યારે સાતમી સિઝન ચાલી રહી છે. આ શૉના લેટેસ્ટ એપિસોડમાં શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન, સંજય કપૂરની પત્ની મહીપ કપૂર અને ચંકી પાંડેની પત્ની ભાવના પાંડે મહેમાન બનીને આવી છે. આ લોકો વચ્ચે પાછલા ઘણાં સમયથી ખાસ મિત્રતા છે. તેમની દીકરીઓ પણ બાળપણની મિત્ર છે.
૨૨મી સપ્ટેમ્બરના રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર પર આ એપિસોડ ટેલિકાસ્ટ થવાનો છે. આ એપિસોડમાં આ ત્રિપૂટી પોતાના પર્સનલ અને પ્રોફેશનલ લાઈફના અનેક રહસ્યો ખોલશે. આ વાતચીત દરમિયાન ગૌરી ખાને પોતાની કારકિર્દી વિશે પણ વાત કરી છે.
ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાન બોલિવૂડનો કિંગ ખાન છે, માટે તેની પત્ની ગૌરી ખાનની વાતચીત પર લોકોનું વધારે ધ્યાન રહેશે. ગૌરી ખાન પોતે એક ઈન્ટિરિયર ડિઝાઈનર છે. પોતાના ઘર મન્નતની સાથે સાથે તેણે બોલિવૂડની અનેક હસ્તીઓના ઘર ડેકોરેટ કર્યા છે.
પરંતુ કરણ જાેહરના ચેટ શૉ પર ગૌરી ખાને પોતાની કારકિર્દીને લગતો એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ગૌરી ખાને જણાવ્યું કે શાહરુખ ખાનની પત્ની હોવાને કારણે તે પ્રોફેશનલી આગળ નથી વધી શકી. મોટાભાગના લોકો તેને કામના કારણે નહીં પણ શાહરુખ ખાનની પત્ની તરીકે ઓળખે છે.
ગૌરી ખાને જણાવ્યું કે, ઘણાં લોકો તેને કામ એટલા માટે નથી સોંપતા કારણકે તે વિચારે છે કે તે સુપરસ્ટાર શાહરુખ ખાનની પત્ની છે અને તેમની પહોંચથી બહાર છે. ગૌરી કહે છે કે, જ્યારે પણ કોઈ નવા પ્રોજેક્ટની વાત આવે છે ત્યારે અમુક જ લોકો મને ડિઝાઈનર તરીકે જુએ છે.
ઘણીવાર એવું બને છે કે મારી પાસે કામ નથી હોતું, કારણકે હું શાહરુખ ખાનની પત્ની છું. લોકો આ કારણે મને કામ માટે સંપર્ક જ નથી કરતા. ગૌરી ખાને આ એપિસોડમાં દીકરા આર્યન ખાનને જેલની સજા થઈ તે સમયે પરિવારની શું સ્થિતિ હતી તે બાબતે પણ વાત કરી.
આ સિવાય તે દીકરી સુહાનાને ડેટિંગ માટે શું સલાહ આપે છે તે પણ જણાવ્યું. કરણ જાેહરના ચેટ શૉ પર આ સિઝનમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, અક્ષય કુમાર, સામંથા રુથ પ્રભુ, સારા અલી ખાન, જાહ્નવી કપૂર, કેટરિના કૈફ, ઈશાન ખટ્ટર, સિદ્ધાંત ચતુર્વેદી, વિકી કૌશલ, સિદ્ધાર્થ મલહોત્રા, શાહિદ કપૂર, કિયારા અડવાણી, વિજય દેવરકોંડા, અનન્યા પાંડે. આમિર ખાન , કરીના કપૂર ખાન જાેવા મળ્યા હતા.SS1MS