અનન્યા પાંડેના ૧ બેડરૂમ વાળા ઘરને ગૌરી ખાને બનાવી દીધો મહેલ
મુંબઈ, બોલિવૂડ સ્ટાર અનન્યા પાંડે ઇન્ડસ્ટ્રીની એ અદાકારમાંથી એક છે જેની નાની ઉંમરમાં મોટી સફળતા મેળવી લીધી છે. એક્ટ્રેસ અનન્યા પાંડેએ નાની ફિલ્મી કરિયરથી પોતાની શરૂઆત કરી હતી જે હિટ રહી અને આજે અનેક લોકોના દિલમાં રાજ કરે છે. નાની ઉંમરમાં અનન્યા પાંડેએ મુંબઇ જેવા મોટા સીટીમાં પોતાનું ઘર ખરીદ્યું છે. એક્ટ્રેસ આ ઘરની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
આ ઘરને ઇન્ટીરિયર ડિઝાઇનર ગૌરી ખાને સજાવ્યું છે. અનન્યા પાંડેના ઘરની આ તસવીરો જોતાની સાથે તમે પણ ઉર્ુ બોલી ઉઠશો. એક્ટ્રેસે આ તસવીરોમાં પોતાના ઘરની અંદરની ઝલક બતાવી છે. ઘરને એકદમ મોર્ડન અને ક્લાસી લુક આપ્યો છે.
ફિલ્મ એક્ટ્રેસ અનન્યા પાંડેના ઘરનો ડ્રોંઇગ રૂમ એકદમ ક્લાસી છે. જેને વ્હાઇટ કમ્ફર્ટેબલ સોફાથી સજાવવામાં આવ્યો છે. આ સાથે દિવાલ પર ખૂબસુરત ફ્લાવરનું વોલ પેપર લગાવ્યુ છે. આમ, તમને જણાવી દઇએ કે એક્ટ્રેસનું ઘર માત્ર ૧ બીએચકે એપાર્ટમેન્ટ છે.
જેમાં એક્ટ્રેસે બન્ને રૂમમાં સોફા સેટ મુકીને કમ્પ્લીટ કર્યો છે. ઘરના બીજા રૂમમાં મસ્ત વ્હાઇટ કલરનું કમ્ફર્ટેબલ સોફા મુક્યો છે. એક્ટ્રેસ ઘરના આ ખુણામાં મસ્ત રીતે રિલેક્સની પળો માણી શકશે. જેની ઝલક અનન્યા પાંડેએ આ તસવીરોમાં શેર કરી છે.
અનન્યા પાંડેએ એના ઘરમાં એક નાનું ડાઇનિંગ સેટ પણ મુક્યુ છે. આ ડાઇનિંગ ટેબલ ૩ સીટર છે. આ બન્ને રૂમને એટેચ કરતા વચ્ચે રાખ્યુ છે. એક નાનું મસ્ત કિચન પણ છે. જેમાં એક્ટ્રેસે જરૂરિયાતની વસ્તુઓ મુકી છે. આ કિચનને ગૌરી ખાને મસ્ત સ્ટાઇલિશ અંદાજમાં ડેકોટેરટ કર્યો છે. આ કિચન જોતાની સાથે તમને એક નજરે ગમી જશે. અનન્યા પાંડેનો વોર્ડરોબ પણ એકદમ ક્લાસી અને હટકે છે.
આ ઓપન વોર્ડરોબ એરિયામાં કપડાને હેંગ કરવાની વ્યવસ્થા કરી છે. આ સાથે કેબિનેટ્સમાં એક્ટ્રેસે એવોર્ડ પણ મુક્યા છે. અનન્યા પાંડેના ઘરની આ તસવીરો શેર કરતા એક્ટ્રેસ તરફથી જણાવ્યુ છે કે પહેલાં ઘર માટે એક્ટ્રેસ ખૂબ એક્સાઇટેડ હતી. એ પોતાના ઘરને પોતે હેન્ડલ કરવા ઇચ્છે છે. આ સાથે ક્યારેક-ક્યારેક મિત્રો સાથે પાર્ટી કરીને ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરતી હોય છે.
ઉલ્લેખનીય છે કે અનન્યા પાંડે ગૌરી ખાનની દોસ્ત ભાવના પાંડેની દીકરી છે. આ સાથે દીકરી સુહાના ખાનની બેસ્ટ ફ્રેન્ડ અનન્યા પાંડે છે. એવામાં ગૌરી ખાને અનન્યા પાંડેના આ ઘરને સજાવવા માટે એની ગર્લ્સ ગેન્ગનો ખૂબ ખ્યાલ રાખ્યો છે.SS1MS