Western Times News

Gujarati News

ગૌતમ અદાણીની અનિલ અંબાણીના દેવાળિયા પાવર પ્લાન્ટ્‌સ પર નજર

નવી દિલ્હી, અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પોતાના દરેક બિઝનેસને વિસ્તારી રહ્યા છે. હિન્ડનબર્ગ રિસર્ચના રિપોર્ટના કારણે અદાણી જૂથને પ્રચંડ આંચકો લાગ્યો હતો, પરંતુ હવે તેમાંથી તેઓ ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. અબજાે ડોલરની સંપત્તિના માલિક ગૌતમ અદાણી હવે દેવામાં ડુબેલા અનિલ અંબાણીના પાવર પ્લાન્ટ્‌સને ખરીદવાનું વિચારે છે. અનિલ અંબાણીના કોલસા આધારિત પાવર પ્લાન્ટ્‌સની હરાજી થવાની છે જેમાં ગૌતમ અદાણી બોલી લગાવી શકે છે. Gautam Adani eyeing Anil Ambani’s power plants

અનિલ અંબાણીની કંપનીઓ દેવું ભરવામાં નિષ્ફળ રહેતા ઈન્ડિયન બેન્કરપ્સી કોર્ટ દ્વારા તેની હરાજી કરવામાં આવશે. અદાણી જૂથે તાજેતરમાં ૨.૮ અબજ ડોલરની નવી મૂડી એકઠી કરી છે. અદાણીને વિદર્ભ ઈન્ડસ્ટ્રીઝ પાવર લિમિટેડની ખરીદીમાં રસ છે જેની પ્રમોટર તરીકે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવર છે.

વિદર્ભ ઈન્ડસ્ટ્રીઝ મધ્ય ભારતમાં ૬૦૦ મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા પ્લાન્ટ ધરાવે છે. હાલમાં આ યોજના પર વાતચીત ચાલે છે તેથી આગળ શું થશે તે નક્કી નથી. અદાણી અને રિલાયન્સ પાવર આ પ્લાનમાં આગળ ન વધે તે પણ શક્ય છે. અદાણી ગ્રૂપ હાલમાં પોતાના મુખ્ય ફોસિલ ફ્યુઅલ પ્રોજેક્ટને આગળ વધારવાની તૈયારી કરે છે.

તેઓ અદાણી કેપિટલમાં કન્ટ્રોલિંગ હિસ્સો વેચીને પણ ફંડ એકઠું કરવા વિચારે છે. બેન કેપિટલ અને કાર્લાઈલ ગ્રૂપે આ હિસ્સેદારી ખરીદવામાં રસ દેખાડ્યો છે. અદાણી જૂથની યોજનાઓ વિશે મીડિયામાં અહેવાલ આવી રહ્યા છે પરંતુ તેની પુષ્ટી થઈ નથી. આ વિશે અદાણી જૂથ કે રિલાયન્સ દ્વારા કોઈ સ્પષ્ટતા અથવા નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. અદાણી જૂથ જાે અનિલ અંબાણીના પાવર પ્લાન્ટ ખરીદી શકશે તો તેની કોલ પાવર પ્રોજેક્ટની કેપેસિટી વધી જશે.

સાથે સાથે ગ્રૂપના બિઝનેસ પર તે એક પોઝિટિવ અસર પણ પાડશે. હિન્ડનબર્ગ રિસર્ચના રિપોર્ટ પછી ફેબ્રુઆરી ૨૦૨૩ મહિનામાં અદાણી જૂથને મોટી અસર થઈ હતી અને તેની માર્કેટ વેલ્યૂ ૧૫૦ અબજ ડોલર સુધી ઘટી ગઈ હતી. અનિલ અંબાણી દ્વારા વિદર્ભ ઈન્ડસ્ટ્રીઝની લીલામી કરવામાં આવશે તો તેમને મોટો ફટકો પડશે.

એક સમયે તેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીની બરાબરીમાં આવી શકે તેવા ટોચના ઉદ્યોગપતિ હતા, પરંતુ કેટલાક અયોગ્ય ર્નિણયોના કારણે તેમણે ભારે ખોટ સહન કરવી પડી છે અને હવે તેઓ દેવું ઉતારવા માટે મથી રહ્યા છે. તાજેતરમાં ફેમાના નિયમોના ભંગના એક કેસમાં અનિલ અંબાણી અને તેમના પત્ની ટીના અંબાણીની દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.