Western Times News

Gujarati News

ગૌતમ અદાણી આ ક્ષેત્રમાં ઝંપલાવવા નવા પ્લાન પર કામ કરી રહ્યા છે

અદાણીની ટેલિકોમ સ્પેક્ટ્રમ હસ્તગત કરવાની યોજના -આવી સ્થિતિમાં અદાણી ગ્રુપ હવે રિલાયન્સ જિયો અને સુનીલ ભારતી મિત્તલની એરટેલ સાથે સીધી ટક્કર કરશે

નવી દિલ્હી,  અબજાેપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આ દિવસોમાં એક નવા પ્લાન પર કામ કરી રહ્યા છે. સમાચાર આવ્યા છે કે હવે આ ગ્રુપ ટેલિકોમ સેક્ટરમાં પણ ઝંપલાવશે. જૂથ અણધારી રીતે ટેલિકોમ સ્પેક્ટ્રમ હસ્તગત કરવાની રેસમાં સામેલ થવાની યોજના બનાવી રહ્યું છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. આવી સ્થિતિમાં અદાણી ગ્રુપ મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો અને ટેલિકોમ દિગ્ગજ સુનીલ ભારતી મિત્તલની એરટેલ સાથે સીધી ટક્કર કરશે. Gautam Adani is working on a new plan to venture into the telecom field

પાંચમી પેઢી અથવા ૫જી ટેલિકોમ સેવાઓ જેવી અત્યંત હાઇ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રદાન કરવામાં સક્ષમ આ એરવેવ્ઝની હરાજીમાં ભાગ લેવા માટેની અરજીઓ શુક્રવારે ઓછામાં ઓછા ચાર અરજદારો સાથે બંધ થઈ ગઈ છે. આ હરાજી ૨૬ જુલાઈના રોજ થવાની છે.

આ બાબતથી માહિતગાર ત્રણ સૂત્રોએ જણાવ્યું કે ટેલિકોમ સેક્ટરની ત્રણ ખાનગી કંપનીઓ – જીયો, એરટેલ અને વોડાફોન આઈડિયાએ અરજી કરી છે. તેમજ સૂત્રો મુજબ આ સાથે ચોથા અરજદાર તરીકે અદાણી ગ્રુપ પણ છે જે જાણીને આશ્ચર્ય થઈ શકે છે. છે. આ સાથે અદાણી હવે ટેલિકોમ સેક્ટરમાં પણ ઉતરશે તેવી પ્રબળ શક્યતાઓ જાેવાઈ રહી છે.

અહીં નોંધનીય છે કે અદાણી જૂથે તાજેતરમાં રાષ્ટ્રીય લાંબા અંતર (એનએલડી) અને આંતરરાષ્ટ્રીય લાંબા અંતર (આઈએલડી) લાઇસન્સ પ્રાપ્ત કર્યા છે. જાે કે, આ દાવાની સ્વતંત્ર રીતે ચકાસણી થઈ શકી નથી. આ સંબંધમાં અદાણી જૂથને ઈમેલ અને ફોન કોલ્સનો કોઈ જવાબ મળ્યો ન હતો.

અરજદારોની માલિકીની વિગતો હરાજીની સમયમર્યાદા સુધીમાં ૧૨ જુલાઈના રોજ પ્રકાશિત કરવામાં આવશે. ટેલિકોમ સ્પેક્ટ્રમની હરાજી ૨૬ જુલાઈ, ૨૦૨૨થી શરૂ થઈ રહી છે અને આ દરમિયાન કુલ ૭૨,૦૯૭.૮૫ મેગાહર્ટ્‌ઝ સ્પેક્ટ્રમ ઓછામાં ઓછા રૂ. ૪.૩ લાખ કરોડમાં ઓફર કરવામાં આવશે.

અંબાણી અને અદાણી બંને ગુજરાતના છે અને મોટા બિઝનેસ સમૂહની રચના કરી છે. જાે કે, અત્યાર સુધી બંને કોઈ વ્યવસાયમાં સીધા સામ-સામે નહોતા. અંબાણીના બિઝનેસમાં ક્રૂડ ઓઈલ અને પેટ્રોકેમિકલ્સથી લઈને ટેલિકોમ અને રિટેલ સેક્ટર સુધી, જ્યારે અદાણીનો બિઝનેસ પોર્ટથી કોલસા, પાવર ડિસ્ટ્રિબ્યુશન અને એવિએશન સેક્ટરમાં ફેલાયેલો છે.

જાે કે, કેટલાક કહે છે કે બંનેના હિત ખૂબ વ્યાપક બની રહ્યા છે અને હવે તેમની વચ્ચે સંઘર્ષનો તબક્કો તૈયાર થઈ ગયો છે. અદાણીએ તાજેતરના મહિનાઓમાં પેટ્રોકેમિકલ બિઝનેસમાં પ્રવેશવા માટે પેટાકંપની બનાવી છે. બીજી તરફ અંબાણીએ પણ એનર્જી બિઝનેસમાં અબજાે ડોલરની યોજનાઓની જાહેરાત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.