આ વર્ષે મમ્મી-પપ્પા બનશે ગૌતમ રોડે અને પંખુડી અવસ્થી

મુંબઈ, દૈનિક ધારાવાહીક સીરિયલના ચાહકોને વર્ષની શરૂઆત થઈ ત્યારથી જ એક બાદ એક ગુડન્યૂઝ મળી રહ્યા છે. આ વર્ષે ઘણી બધી ટીવી એક્ટ્રેસિસને ત્યાં લગ્ન બાદ પહેલીવાર પારણું બંધાવાનું છે. દીપિકા કક્કર, તન્વી ઠક્કર, ગૌહર ખાન, સના ખાન, વિદિશા શ્રીવાસ્તવ, ઈશિતા દત્તા અને નેહા મર્દા બાદ મોમ-ટુ-બીના આ લિસ્ટમાં વધુ એક નામ સામેલ થયું છે.
પાંચ વર્ષના લગ્નજીવન બાદ એક્ટર કપલ ગૌતમ રોડે અને પંખુડી અવસ્થી મમ્મી-પપ્પા બનવાના છે. પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર કપલે ખૂબ જ ખાસ અંદાજમાં ખુશખબરી સંભળાવી છે. કપલે એક રિલ શેર કરી છે જેમા તેમના જીવનને એનિમેટેડ સ્વરૂપમાં બ્લોકબસ્ટર ફિલ્મો તરીકે દર્શાવ્યું છે.
ઈન્સ્ટાગ્રામ પર જે રિલ શેર કરવામાં આવી આવી છે, જેમાં પહેલા શોટને ‘જબ વી મેટ’ નામ આપવામાં આવ્યું છે, જેમાં બંનેની પહેલી મુલાકાતને બતાવવામાં આવી છે. બીજાે શોટ તેમના લગ્નનો છે જેને ‘બેંડ બાજા બારાત’ નામ આપ્યું છે અને જે છેલ્લો શોટ છે તે ‘ગુડ ન્યૂઝ’ છે, જેમાં પંખુડી બેબી બમ્પ ફ્લોન્ટ કરી રહી છે જ્યારે ગૌતમ હાથ તેના પર છે. ઉપર લખ્યું છે ‘અમારો પરિવાર મોટો થઈ રહ્યો છે.
ગ્રાન્ડ પ્રીમિયર ૨૦૨૩’. કેપ્શનમાં લખ્યું છે ‘અમારો પરિવાર આગળ વધી રહ્યો છે અને અમે આ નવા તબક્કાને સ્વીકારવા તેમજ નવી ભૂમિકા ભજવવા માટે અમારી જાતને તૈયાર કરી રહ્યા છીએ.
અમને તમારા આશીર્વાદ અને શુભેચ્છાની જરૂર છે’. રૂપ દુર્ગાપાલ, અનિતા હસનંદાની, સરગુન મહેતા, જસવીર કૌર, પ્રિયંકા વિકાસ કાલાંત્રી, કનન મલ્હોત્રા, રોહિત પુરોહિત, ગૌહર ખાન, મીરા દેવસ્થલે, પૂજા મહ્તાણી તેમજ અયાઝ ખાન સહિતના સેલેબ્સે કોમેન્ટ કરીને અભિનંદન પાઠવ્યા છે તો ફેન્સે પણ રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કરી પેરેન્ટ્સ-ટુ-બી પર પ્રેમ વરસાવ્યો છે.
લગ્નજીવન વિશે વાત કરતાં પંખુડી અવસ્થીએ જણાવ્યું હતું કે ‘કોઈ હંમેશા તમારી સાથે રહે તેનું હોવું આશીર્વાદ સમાન છે. ઘણા લોકો એવા છે જેમનું માનવું છે કે લગ્ન થઈ ગયા બાદ તમારે અન્ય પર ર્નિભર ન રહેવું ડોઈએ. પરંતુ તે જ તો લગ્નની સુંદરતા છે! જેના પર તમે આધાર રાખી શકો તેવું કોઈ મળી જાય તો બાદમાં તમે એકલતા અનુભવતા નથી.
અમે બંને એક્ટર્સ હોવાથી જાણીએ છીએ કે અમારું પ્રોફેશન સ્થાયી નથી અને આ વાત અમને એકબીજાને સમજવામાં મદદ કરે છે’, તો ગૌતમે ઉમેર્યું હતું કે ‘અમે ટિપિકલ મેરેજમાં નથી જ્યાં રોલ એકબીજાની ઓળખ રજૂ કરે છે. અમારી પાસે ખૂબ જ પ્રગતિશીલ વિચાર પ્રક્રિયા છે’. જણાવી દઈએ કે, પંખુડી અને ગૌતમે ૨૦૧૮માં લગ્ન કર્યા હતા.SS1MS