Western Times News

Gujarati News

ગાયત્રી દવેએ ક્વિન ઓફ ધ વર્લ્ડ ઇન્ડિયા 2023નો તાજ જીત્યો

નવી દિલ્હી, 23 ઓક્ટોબર, 2023: ક્વિન ઓફ ધ વર્લ્ડ ઇન્ડિયા 2023 સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી પસંદ કરાયેલા સ્પર્ધકોએ દિલ્હીમાં આયોજિત સમાપન સમારોહમાં તેમનું સર્વશ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રસ્તુત કર્યું હતું. વ્યવસાયે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમાણિત ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ અને મુંબઇના પાર્ટ-ટાઇમ ફેશનલ મોડલ ગાયત્રી દવેએ બીજા સ્પર્ધકોને પાછળ રાખીને એમએસ ક્વિન ઓફ ધ વર્લ્ડ 2023નો પ્રતિષ્ઠિત તાજ જીત્યો હતો. GAYATRI DAVE WINS MS. QUEEN OF THE WORLD INDIA 2023

દર વર્ષે આયોજિત આ સ્પર્ધા ઘણાં વર્ષોથી ઉર્મિમાલા બોરુઆ દ્વારા સફળતાપૂર્વક સંચાલિત કરવામાં આવે છે. આ રંગારંગ કાર્યક્રમમાં ઘણાં પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં. જજની પેનલમાં બોલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયા અને ભૂમિ પેડનેકર પણ સામેલ હતાં, જેમણે ભવ્ય સમાપન સમારોહમાં વિજેતાઓને તાજ પહેરાવ્યાં હતાં.

નવી તાજપોશી બ્યુટી ક્વિન માટે વિજેતા બનવાની ક્ષણ ખૂબજ ભાવનાત્મ હતી. ઉત્સાહથી ભરપૂર ગાયત્રી દવેએ કહ્યું હતું કે, મારું માનવું છે કે આ ખિતાબ જીતવો મારા સખ્ત પ્રયાસો અને સમર્પણને આભારી છું.

આ મારી સફરમાં એક નવા પ્રકરણનું પ્રતિક છે. હવે હું આંતરરાષ્ટ્રીય તાજ જીતવા માટેનો વધુ દ્રઢ સંકલ્પ ધરાવું છું કારણકે હું ગર્વથી આગામી વર્ષની શરૂઆતમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં વૈશ્વિક સમાપન સમારોહમાં આપણા દેશ ભારતનું પ્રતિનિધિત્વ કરીશ. આ અવસર પ્રાપ્ત કરતાં હું સન્માનિત હોવાનો અહેસાસ કરું છું.

ક્વિન ઓફ ધ વર્લ્ડ ઇન્ડિયાના સીઇઓ અને નેશનલ ડાયરેક્ટર ઉર્મિમાલા બોરુઆએ કહ્યું હતું કે, આ વર્ષની વિજેતા ક્વિન તરીકે ગાયત્રીની સાથે મળીને અમે આગળ સફળ સફરની આશા રાખીએ છીએ.

કોકોબેરીના અલેસિયા રાઉત અને અંજલિ રાઉત તથા ડો. રીટા ગંગવાની જેવા સન્માનિત ગુરૂઓએ સ્પર્ધા માટે ગાયત્રી દવેને પ્રશિક્ષિત અને તૈયાર કર્યાં હતાં. હવે તેમને વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત સૌદર્ય સ્પર્ધા માટેના પ્લેટફોર્મ ઉપર આપણા દેશનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે

અને તે વર્ષ 2024ની શરૂઆતમાં યોજાનારી ફાઇનલ માટે આત્મવિશ્વાસથી સજ્જતા કેળવી રહ્યાં છે. ભારત તેમના પ્રતિનિધિત્વની રાહ જોઇ રહ્યું છે ત્યારે ગાયત્રી દેશભરમાં મહાત્વાકાંક્ષી બ્યુટી ક્વિનની પ્રેરણા બન્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.