ગાયત્રી જોશીએ શાહરૂખ ખાન સાથે કર્યું હતું ડેબ્યૂ
મુંબઈ, ગાયત્રી જોશી હિન્દી સિનેમાના ઈતિહાસની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તે એવી કેટલીક અભિનેત્રીઓમાંની એક છે જેને ભારતીય દર્શકો હજુ પણ મિસ કરે છે. તેની પાછળનું કારણ એ છે કે તેણે પોતાની પહેલી ફિલ્મ ‘સ્વદેસ’માં પોતાના અભિનયથી બધાનું દિલ જીતી લીધું હતું. આશુતોષ ગોવારીકરની ‘સ્વદેસ’માં એક ક્ષણ માટે પણ એવું ન લાગ્યું કે આ ગાયત્રી જોશીની પહેલી ફિલ્મ છે, કારણ કે તે આખી ફિલ્મમાં ખૂબ જ સહજ હતી. જો કે, બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથે ડ્રીમ ડેબ્યૂ હોવા છતાં તેણે બોલિવૂડ છોડી દીધું હતું.
ગાયત્રી જોશીએ પ્રેમ ખાતર બોલિવૂડ છોડી દીધું હતું. ગાયત્રીએ અબજોપતિ ઉદ્યોગપતિ વિકાસ ઓબેરોય સાથે લગ્ન કર્યા, જેની કુલ સંપત્તિ ૨૮,૦૦૦ કરોડ રૂપિયા સુધી હોવાનું કહેવાય છે. મહારાષ્ટ્રના નાગપુરમાં ૨૦ માર્ચ ૧૯૭૪ના રોજ જન્મેલી ગાયત્રી જોશી એક મરાઠી પરિવાર સાથે સંબંધ ધરાવે છે.
અભ્યાસ પૂરો કર્યા બાદ ગાયત્રી જોશીએ ચેનલ વી સાથે વિડિયો જોકી તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જો કે, તેણીએ ટૂંક સમયમાં જ આ નોકરી છોડી દીધી અને પ્રોફેશનલ મોડલ બનવા તરફ પગલું ભર્યું.
ભૂતપૂર્વ અભિનેત્રીએ ૧૯૯૯ ફેમિના મિસ ઈન્ડિયા બ્યુટી પેજન્ટમાં ભાગ લીધો હતો અને ટોપ ૫માં સ્થાન મેળવ્યું હતું. જો કે, તેણીએ ૨૦૦૦ ફેમિના મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ જીતી હતી. સૌંદર્ય સ્પર્ધા જીત્યા પછી, ગાયત્રી જોશીને ઘણા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ મળવા લાગ્યા. તેણીની મોડેલિંગ કારકિર્દી દરમિયાન તેણીએ શાહરૂખ ખાન સાથે એક જાહેરાતમાં પણ કામ કર્યું હતું અને આનાથી ઘણા ફિલ્મ નિર્માતાઓનું ધ્યાન ખેંચ્યું હતું.
ઘણી બધી બ્રાન્ડની જાહેરાતોમાં દેખાવા ઉપરાંત ગાયત્રી જોશીએ ૨૦૦૧માં કૅલેન્ડર્સ અને સિઝન કૅટેલાગ્સ માટે મોડલિંગ પણ કર્યું હતું. આ તે ક્ષણ હતી જ્યારે ગાયત્રીને ફિલ્મ નિર્માતા આશુતોષ ગોવારિકરની નજર પડી, જેમણે તેની ફિલ્મ ‘સ્વદેસ’માં શાહરૂખ ખાનની સામે તેને કાસ્ટ કરી હતી. આ ફિલ્મ કોમર્શિયલ રૂપથી નિષ્ફળ રહી હતી, પરંતુ હજુ પણ તેને કલ્ટ ક્લાસિક ગણવામાં આવે છે.SS1MS