ગાઝાની સ્થિતિની યુક્રેન સાથે સરખામણી ન કરી શકાયઃ પુતીન
મોસ્કો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરૂવારે ગાઝા પટ્ટીની સ્થિતિને મોટા પાયે તબાહી ગણાવી છે. તેમણે કહ્યું કે, તેની તુલના યુક્રેન સંઘર્ષ સાથે ન કરી શકાય. પુતિને મોસ્કોમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ ટિપ્પણી કરી હતી.
કારણ કે, કિવ વિરુદ્ધ તેમનો સંપૂર્ણ પાયે લશ્કરી હસ્તક્ષેપ બે વર્ષના નિશાન નજીક પહોંચી ગયુ છે. યુક્રેનમાં પોતાના સંઘર્ષ માટે ક્રેમલિનના નામનો ઉપયોગ કરતા તેમણે કહ્યું કે, અહીં અને સમગ્ર વિશ્વ ભરમાં દરેક વિશેષ સૈન્ય અભિયાન અને ગાઝામાં શું થઈ રહ્યું, જાેઈ શકાય છે અને તેના વિશેનું અંતર અનુભવી શકાય છે. પરંતુ યુક્રેનમાં એવું કંઈ નથી.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને ત્રણ મહિના વીતી ગયા છે. પેલેસ્ટિનિયન જૂથ હમાસે ૭ ઓક્ટોબરના રોજ ઈઝરાયેલ પરના હુમલા બાદ યુદ્ધ શરૂ થયું હતું. હમાસના આ હુમલામાં ઈઝરાયેલના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ૧,૨૦૦ લોકો માર્યા ગયા હતા જેમાં મોટાભાગે સામાન્ય નાગરિકો હતા. SS2SS