GBCના એશિયા પેસિફિક લીડરશિપમાં ગોદરેજનું મુંબઈ સ્થિત ગ્રીન બિલ્ડીંગ ફાયનલીસ્ટ
ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ્ઝ 2020માં વર્લ્ડ જીબીસીના એશિયા પેસિફિક લીડરશિપમાં ગોદરેજ એન્ડ બૉય્સ ફાઇનલિસ્ટ તરીકે જાહેર
ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બૉય્સ ભારતની એકમાત્ર કંપની છે, જે પ્રતિષ્ઠિત વર્લ્ડ ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (જીબીસી) એશિયા પેસિફિક લીડરશિપ ઇન ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ્ઝ, 2020 માટે ફાઇનલિસ્ટોમાં સ્થાન મેળવશે. આ એવોર્ડ્ઝ એશિયા પેસિફિકની વધારે ટકાઉ પર્યાવરણનું નિર્માણ કરવામાં મહત્ત્વપૂર્ણ સફળતાઓને બિરદાવે છે.
આ પ્રતિષ્ઠિત એવોર્ડમાં ‘બિઝનેસ લીડરશિપ ઇન સસ્ટેઇનેબિલિટી’ અને ‘લીડરશિપ ઇન સસ્ટેઇનેબલ ડિઝાઇન એન્ડ પર્ફોર્મન્સ’ કેટેગરીઓમાં ફાઇનલિસ્ટ કંપનીઓને બિરદાવવામાં આવે છે.
ગોદરેજ એન્ડ બૉય્સને બિઝનેસ લીડરશિપ ઇન સસ્ટેઇનેબિલિટી એવોર્ડ માટે ચાર ફાઇનલિસ્ટોમાં નોમિનેશન મળ્યું હતું, જે એવી કંપનીઓને બિરદાવે છે, જેણે તેમના બિઝનેસ મોડલ્સમાં ખરાં અર્થમાં સસ્ટેઇનેબિલિટીને સ્થાન આપ્યું છે અને પર્યાવરણને અનુકૂળ રીતે ઉત્પાદન કરવા તરફ પ્રગતિ કરવામાં નોંધપાત્ર પ્રદાન આપ્યું છે.
ઉપરાંત વિક્રોલી (મુંબઈ)માં સ્થિત પ્લાન્ટ 13 એનેક્સી બિલ્ડિંગને લીડરશિપ ઇન સસ્ટેઇનેબલ ડિઝાઇન એન્ડ પર્ફોર્મન્સ એવોર્ડ કેટેગરીમાં ફાઇનલિસ્ટ તરીકે નોમિનેશન મળ્યું હતું. આ એવોર્ડ ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટ્સમાં પથપ્રદર્શક કંપનીઓને બિરદાવે છે, જેણે પર્યાવરણના રક્ષણ માટે સંપૂર્ણ અભિગમ અપનાવીને નોંધપાત્ર ફાયદા પ્રદાન કર્યા છે.
આ અંગે ગોદરેજ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સના સીઓઓ જ્યોર્જ મેનેઝિસએ કહ્યું હતું કે, “ગોદરેજ એન્ડ બૉય્સમાં અમે અમારી કામગીરીના આંતરિક અને બાહ્ય એમ દરેક ક્ષેત્રોમાં પર્યાવરણને અનુકૂળ પદ્ધતિઓ અપનાવવા કટિબદ્ધ છીએ. અમે પૃથ્વી અને એના રહેવાસીઓ એમ બંને માટે સકારાત્મક પરિણામો તરફ દોરી જાય એવા તમામ પરિબળોને વિચાર કરીને ઉદ્યોગની અંદર સસ્ટેઇનેબિલિટી માટે નવા અને ઊંચા માપદંડો સ્થાપિત કરવાનો હંમેશા ઉદ્દેશ ધરાવીએ છીએ. અમને આ દિશામાં અમારા પ્રયાસો બદલ બિરદાવવામાં આવ્યાં એના પર ગર્વ છે તથા સસ્ટેનેબિલિટીના ઊંચા અને અનુકરણીય ધારાધોરણો જાળવવાનું જાળવી રાખીશું.”
ગોદરેજ એન્ડ બૉય્સ ભારતનાં સૌથી જૂનાં વ્યવસાયો પૈકીનો એક છે, જે ભારતમાં બહોળા વ્યાવસાયિક સમુદાયને દોરવા અને પ્રભાવિત કરવાની હંમેશા પોઝિશન ધરાવે છે. કંપનીએ ઇન્ડિયા ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (આઇજીબીસી) અંતર્ગત ભારતની પ્રથમ નેટ ઝીરો કાર્બન બિલ્ડિંગ સ્થાપિત કરી છે
અને એશિયા-પેસિફિક રિજનમાં નેટ ઝીરો બિલ્ડિંગ્સને પ્રોત્સાહન આપવા વર્લ્ડ ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ સાથે જોડાણ કર્યું છે. વ્યવસાય અને સસ્ટેઇનેબિલિટી વચ્ચે સીધો સંબંધ હોવાનું સ્વીકારીને જીએન્ડબીએ તાજેતરમાં વર્ષ 2030 સુધીમાં એની ઊર્જા ઉત્પાદકતા બમણી કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે તેમજ ક્લાઇમેટ ગ્રૂપના નેતૃત્વમાં ગ્લોબલ EP100 સાથે જોડાણ કર્યું છે.