GCAS પોર્ટલ દ્વારા પ્રવેશ માટે મહત્વપૂર્ણ તારીખો જાહેર કરવામાં આવી

GCAS પોર્ટલ દ્વારા સ્નાતક અને અનુસ્નાતક પ્રવેશ માટે મહત્વપૂર્ણ તારીખો જાહેર કરવામાં આવી
સ્નાતક કક્ષા: શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬થી GCAS પોર્ટલ મારફત વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે પ્રથમ તબક્કામાં જે વિદ્યાર્થીઓ કોઈ કારણસર અરજી કરવાનું ચૂકી ગયા હોય કે પ્રવેશના પ્રથમ તબક્કામાં અરજી સબમિટ કરી હોય પરંતુ વેરીફાઈ કરાવી શક્યા નથી તેવા વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે મુંઝાવાની જરૂર નથી. સરકાર દ્વારા GCAS પોર્ટલ મારફત વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે અરજી કરવા માટે બીજા તબક્કાનું શિડયુલ નક્કી કરી જાહેર કરી દેવામાં આવ્યું છે.
પ્રવેશના તબક્કા-૨માં ક્વિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તા.૨૪ મે, ૨૦૨૫થી શરૂ થઈ ગયેલ છે.
પ્રવેશના તબક્કા-૨નું સંપૂર્ણ ફોર્મ ફીલિંગ તા.૨૯ મે, ૨૦૨૫ થી તા.૧૩ જૂન, ૨૦૨૫ સુધી રહેશે.
જે વિદ્યાર્થીઓએ પ્રવેશના પહેલા તબક્કામાં અરજી કરી હોય અને તેમની અરજીમાં કોઈ સુધારો કરવા ઇચ્છતા હોય, પ્રથમ તબક્કામાં પ્રવેશ રદ્દ કરાવેલ હોય, તેમની યુનિવર્સિટી-કોલેજ-પ્રોગ્રામની ચોઈસ બદલવા ઈચ્છતા હોય તો તેઓ તા.૧૩ મે, ૨૦૨૫ થી તા.૧૫ જૂન, ૨૦૨૫ સુધીમાં કરી શકશે.
વિદ્યાર્થીઓએ તા.૨૯ મે, ૨૦૨૫થી તા.૧૬ જૂન, ૨૦૨૫ સુધીમાં લાગુ પડતાં કિસ્સામાં અરજીઓ વેરીફાઈ કરાવવાની રહેશે. બીજા તબક્કાના પ્રવેશની કાર્યવાહી તા.૨૧ જૂન, ૨૦૨૫થી શરૂ થશે.
અનુસ્નાતક કક્ષા:
શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬થી GCAS પોર્ટલ મારફત વિદ્યાર્થીઓ અનુસ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટેની શિડ્યુલ નક્કી કરી જાહેર કરી દેવામાં આવ્યું છે.
પ્રવેશના પ્રથમ તબક્કા દરમિયાન ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ચિલ્ડ્રન્સ રીસર્ચ યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર એજ્યુકેશન, સરદાર પટેલ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ સંબંધિત યુનિવર્સિટીના વિવિધ પ્રોગ્રામ્સમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકશે, અન્ય યુનિવર્સિટીઓ પ્રવેશના આગામી તબક્કામાં ભાગ લેશે તેમ તેમણે જણાવ્યું છે.
પ્રવેશના તબક્કા-૧માં ક્વિક રજિસ્ટ્રેશન સાથે સંપૂર્ણ ફોર્મ ફીલિંગ તા.૨૯ મે, ૨૦૨૫થી તા.૦૭ જૂન, ૨૦૨૫ સુધી રહેશે.
વિદ્યાર્થીઓએ તા.૨૯ મે, ૨૦૨૫થી તા.૧૦ જૂન, ૨૦૨૫ સુધીમાં લાગુ પડતાં કિસ્સામાં અરજીઓ વેરીફાઈ કરાવવાની રહેશે.
પ્રથમ તબક્કાના પ્રવેશની કાર્યવાહી તા.૧૬ જૂન, ૨૦૨૫થી શરૂ થશે.