Western Times News

Gujarati News

GCCIના સીનીયર વાઈસ પ્રેસીડેન્ટપદે એડીસી બેંકના અજય પટેલ બિનહરીફ

ચુંટણીનું સમગ્ર ચિત્ર ર૬મી જુને સ્પષ્ટ થશે

(એજન્સી)અમદાવાદ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ જીસીસીઆની વર્ષ ર૦રર-ર૩ની રજી જુલાઈએ યોજાયેલી ચુંટણી માટે આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે સીનીયર વાઈસ પ્રેસીડેન્ટની માટે સાંજના સમયે એડીસી બેકના ચેરમેન અજય પટેલ ઉમેદવારી નોધાવી હતી.

અન્ય કોઈએ આ પોસ્ટ માટે ઉમેદવારી ન નોધાવતા અજય પટેલે જીસીસીઆઈના નવા સીનીયર વાઈસ પ્રેસીડેન્ટ બનશે. ચેમ્બરના બંધારણ મુજબ આવતા વર્ષે અજય પટેલ ચેમ્બરના પ્રમુખ બનશે.

જીસીસીઆઈના લાઈફ પેટર્ન મેમ્બર કેટેગરી માટે સૌરીન પરીખ બીનહરીફ જાહેર થયા છે. જયારે જનરલ કેટેગરી લોકલ માટે આઠ પોસ્ટ માટે સમીર શાહ ચેતન, શાહ ભુપેન્દ્ર પટેલ, વિરાન્ચી શાહ, અશોક સી.પટેલ. અંકીત પટેલ, મદનલાલ જયસ્વાલ ધ્રુવ શાહ, અનીલ જૈન મનીષ શાહ અને અષીષ ગુરુ એમ કુલ ૧ર જણાએ ઉમેદવારીએ નોધાવી છે.

જનરલ કેટેગરીની આઉટ સ્ટેશનની ૪ પોસ્ટ માટે છ ઉમેદવારો મેદાને પડયા છે. જેમા પ્રફયયુલ તલસાણીયા લીલાધરભાઈ આચાર્ય, મહેશ પંજ, મીતુલ શાહ, મહેશ પુજ, નરસિંહ અગ્રવાલ જીતેન્દ્ર લાલ અને ભાર્ગવ ઠકકર મેદાને પડયા છે. જનરલ કેટેગરી વુમન્સની એક બેઠક માટે માત્ર રૂનલ પટેલે ફોર્મ ભરતા બિનહરીફ જાહેર થશે. સમગ્ર ચિત્ર તા.ર૬ સુધીમાં સ્પષ્ટ થઈ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.