GCCIની ચૂંટણીમા 9 ઉમેદવારોએ ફોર્મ પાછાં ખેંચતાં ચેમ્બરની તમામ બેઠકો બિનહરીફ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચાલુ વર્ષ માટે વિવિધ હોદ્દા માટે ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભર્યા હતા.
જેમા ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે 9 ઉમેદવારોએ વિવિધ કેટેગરીમાંથી ફોર્મ પરત ખેંચી લેતા તમામ કેટેગરીના ઉમેદવારો બિનહરીફ થયા હતા.
જેમા સૌથી વધુ ફોર્મ જનરલ કેટેગરી લોકલ માટે આવ્યા હતા પરંતુ તેમાં ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા 8 બેઠકો બિનહરીફ થઈ હતી.
જનરલમાં જૈનિક વકીલ અને જીગીશ શાહની પણ બિનહરીફ નિમણૂક થઇ હતી. આ સિવાય બિઝનેસ એસોસિએશન લોકલની બે સીટ ઉપર રીલીફ રોડ ઈલેક્ટ્રોનિક એસોસિએશનના પ્રમુખ મેઘરાજ ડોડવાણી,
જીડીએમએના પૂર્વ પ્રમુખ યોગેશ પરીખ તેમજ ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના શૈલેષ પટેલે ઉમેદવારી નોંધાવી છે. આ એક માત્ર કેટેગરી માટે ચૂંટણી થાય તેવી શકયતા છે.