GCCIની બિઝનેસ વિમેન કમિટિના ચેરપર્સન અને કો-ચેરપર્સનના ટેક ઓફ મીટનું આયોજન
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની બિઝનેસ વિમેન કમિટિના ચેરપર્સન અને કો-ચેરપર્સનના ટેક ઓફ મીટ સમારોહ તા.૨૨-૧૦-૨૦૨૧ના રોજ યોજવામાં આવી હતી.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાનપદે શ્રી વિકાસ ગુપ્તા, જોઇન્ટ ડાયરેક્ટર, ડેવલપમેન્ટ ઇન્સ્ટીટયુટ, અમદાવાદ અને અતિથિવિશેષ પદે ડૉ. ધારિણી શુક્લ, ડાયરેક્ટર અને મેનેજીંગ ટ્રસ્ટી, વેદાંત એજ્યુકેશન ગ્રુપ ઉપસ્થિત રહ્યા હતા.
વર્ષ-૨૦૨૧-૨૨ માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના બિઝનેસ વિમેન કમિટિના અધ્યક્ષ તરીકે શ્રીમતી કુસુમ કૌલ વ્યાસ અને મીસ સારંગી કાનાની તેમજ મીસ રૂનાલ પટેલની સહ-અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવેલ છે.
શ્રી વિકાસ ગુપ્તાએ ઉદ્યોગોને વધારવા માટે નેટવર્કીંગ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી ના ઉપયોગ પર ભાર મુક્યો હતો અને સ્જીસ્ઈવિભાગ તરફથી જે પણ સહકાર જોઇએ તે આપવાની ખાત્રી આપી હતી.
ડૉ. ધારિણી શુક્લએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે મહિલાઓએ પોઝીટીવ એપ્રોચ અને નાના બહેનો ખાસ કરીને ગ્રાસરૂટ ની બહેનોને ઉદ્યોગો કરવા મદદરૂપ થવા અને દરેક ફીલ્ડમાં બહેનોને આગળ લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.
કાર્યક્રમ દરમ્યાન આઉટ ગોઇંગ ચેરપર્સન શ્રીમતી શિલ્પા ભટ્ટે તેમના કાર્યસમયમાં કરવામાં આવેલ કાર્યક્રમોની સંક્ષિપ્ત માહિતી આપી હતી અને તેમણે નવી ટીમને શુભેચ્છા પાઠવી હતી.
મીસ સારંગી કાનાની, સહ-અધ્યક્ષ, બિઝનેસ વિમેન કમિટિ એ આભારવિધિ સંપન્ન કરી હતી. આ પ્રસંગે મહિલા સાહસિકો, પૂર્વ-ચેરપર્સનો, આમંત્રિતો અને પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.