GCCI અને JITOના સંયુક્ત ઉપક્રમે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન
વિશ્વ રક્તદાતા દિન નિમિત્તે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને JITO ના સંયુક્ત ઉપક્રમે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું જીસીસીઆઈ ખાતે આયોજન તા. 14 જૂન, 2021 ના રોજ વિશ્વ રક્તદાતા દિન નિમિત્તે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને JITOના સંયુક્ત ઉપક્રમે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું જીસીસીઆઈ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
COVID19 મહામારીના સંક્રમણને કારણે ઘણા વ્યક્તિઓ બીમાર થયેલ હોવાથી અને હાલમાં રસી લીધેલ હોવાને કારણે બ્લડ બેંકોના સ્ટોકમાં ઘટાડો થયો છે. તેથી લોકોને શક્ય તેટલું રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
GCCIએ તેના સભ્ય એસોસિએશનોને પણ તેમના સંબંધિત સ્થળોએ આવા રક્તદાન શિબિરો યોજવા અપીલ કરી હતી અને ઘણા એસોસિએશનોએ તેમના સ્થળે શિબિરનું આયોજન કર્યું હતું.
શિબિરના ઉદઘાટન સમારોહમાં GCCIના પ્રમુખ શ્રી નટુભાઇ પટેલ, ચેમ્બરના અન્ય હોદેદ્દારો ,યુથ વિંગ અને બિઝનેસ વીમેન કમિટીના સભ્યો અને ચેમ્બરના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન કરનાર દાતાઓને હળવો નાસ્તો અને રક્તદાન કરવાના પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં.