Western Times News

Gujarati News

GCCI દ્વારા આયોજિત રેડિયો અને ક્રિએટિવ વર્કશોપ યોજાયો

ફિલ્મ, મનોરંજન, મીડિયા અને ઇવેન્ટ (FEME) કમિટીએ આજે 3/12/2021એ શ્રી પાર્થ તારાપરા અને શ્રી આલાપ ત્રિપાઠી સાથે રેડિયો અને ક્રિએટિવ વર્કશોપનું આયોજન કર્યું હતું.

શ્રી આસિત શાહ, GCCI ની ફિલ્મ, મનોરંજન, મીડિયા અને ઇવેન્ટ (FEME) કમિટીએ તેમના સ્વાગત પ્રવચનમાં કમિટી દ્વારા લેવામાં આવેલી પહેલની પ્રશંસા કરી કે, આના જેવી વર્કશોપ નવી પ્રતિભાને આગળ વધારવમાં અને મદદ કરશે.

શ્રી આસિત શાહે GCCI ની ફિલ્મ, મનોરંજન, મીડિયા અને ઇવેન્ટ (FEME) કમિટી વિશે ટૂંકમાં પરિચય આપ્યો હતો અને આ વર્કશોપના આયોજનના હેતુ વિષે ચર્ચા કરી હતી.

શ્રી પાર્થ તારપરા અને શ્રી આલાપ ત્રિપાઠીએ સહભાગીઓ સાથે સમજદાર વિચારો શેર કર્યા. ફિલ્મ, એન્ટરટેઈનમેન્ટ, મીડિયા એન્ડ ઈવેન્ટ (FEME) કમિટીના સભ્ય ડૉ. દર્શિલ ભટ્ટે આભારવિધિ સાથે સમાપન કર્યું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.