GCCI ખાતે CGWA માર્ગદર્શિકા અને ભુનીર એપ પર વર્કશોપનું આયોજન કરાયું
Ahmedabad, GCCI ની કેમિકલ કમિટી, પર્યાવરણ ટાસ્કફોર્સ અને MSME કમિટીએ સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી, WCR, અમદાવાદ સાથે સંયુક્ત ઉપક્રમે “CGWAની ગાઇડલાઇન્સ અને BhuNeer App” પર વર્કશોપનું આયોજન કર્યું હતું, જેથી ભૂગર્ભજળ સંસાધનોના વધુ સારા સંચાલનને પ્રોત્સાહન મળે.
GCCIના માનદ મંત્રી શ્રી ગૌરાંગ ભગતે તેમના સ્વાગત પ્રવચનમાં ભૂગર્ભજળના મહત્વ વિષે હતી. અને આ મહત્વપૂર્ણ સંસાધનના સંરક્ષણ માટે સામૂહિક પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે ટકાઉ વિકાસ માટે GCCI ની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો, આર્થિક વિકાસને સંતુલિત કરવામાં કુદરતી સંસાધનોનું સંરક્ષણ પણ એટલું મહત્વ ધરાવે છે તેવું જણાવ્યું હતું.
તેમણે “ભુ-નીર પોર્ટલ” ને કાર્યક્ષમ ભૂગર્ભજળ વ્યવસ્થાપન તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું અને વૈશ્વિક ભૂગર્ભજળ પડકારોનો સામનો કરવા માટે સામૂહિક પ્રયાસોનો આગ્રહ કર્યો. તેમણે આ કાર્યક્રમના આયોજન માટે GCCIની કેમિકલ, MSME અને પર્યાવરણ કમિટીઓના સંયુક્ત પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.
CGWB WCR, અમદાવાદના પ્રાદેશિક નિયામક ડૉ. રતિકાંત નાયકે તેમના સંબોધનમાં વર્કશોપના ઉદ્દેશ્યોની રૂપરેખા આપી હતી. તેમણે ભૂગર્ભજળના સંચાલન માટે નિયમો અને સત્તાધિકારીઓની આવશ્યકતા સમજાવી, જળ ચક્ર અને ભૂગર્ભજળની મહત્વપૂર્ણ ભૂમિકા વિષે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વધતી જતી માંગને ટકાવી રાખવા માટે માત્ર કુદરતી રિચાર્જ પૂરતું નથી અને કૃત્રિમ રિચાર્જની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ભૂગર્ભજળ રિચાર્જ અને ભૂસ્તરશાસ્ત્રીય રચનાના ઘટકો વિશે વધુ વિગતવાર વાત કરી હતી.
CGWA, નવી દિલ્હીના સભ્ય સચિવ, શ્રી ઠાકુર બ્રહ્માનંદ સિંહે CGWA દ્વારા લેવામાં આવેલ પહેલનો સારાંશ આપ્યો હતો. તેમણે વરસાદના પેટર્ન પર આબોહવા પરિવર્તનની અસરની ચર્ચા કરી હતી અને ઉદ્યોગોને વહેતા પાણીને કારણે પાણીનો બગાડ અટકાવવા અને પાણી સંગ્રહના પગલાં અપનાવવા વિનંતી કરી. તેમણે અપગ્રેડેડ ભુનીર એપનો ટૂંકમાં પરિચય આપ્યો હતો, જેમાં અગાઉની એપ્લિકેશન, NOCAP કરતાં તેના ફાયદાઓ વિષે વાત કરી હતી. તેમણે ઉદ્યોગોમાં ટ્રીટેડ પાણીનો ઉપયોગ કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો, વધુમાં STP અને CETP ની સ્થાપનાને પ્રોત્સાહન આપ્યું. તેમણે ઉદ્યોગોને ડ્યુઅલ પાઇપલાઇન સિસ્ટમ્સની પણ હિમાયત કરી હતી અને ઉદ્યોગોને તેમના NOCની શરતોનું કાળજીપૂર્વક પાલન કરવા અપીલ કરી હતી.
GCCI ના કેમિકલ કમિટીના ચેરમેન શ્રી યોગેશ પરીખે તેઓના પ્રાસંગિક સંબોધનમાં વર્કશોપનું મહત્વ અને ભૂગર્ભજળ સંરક્ષણમાં સક્રિય ભાગીદારીની જરૂરિયાત વિષે જણાવ્યું હતું.
CGWB WCR, અમદાવાદના સાયન્ટિસ્ટ C, શ્રી રમેશ જેનાએ CGWA માર્ગદર્શિકાઓ માહિતીપ્રદ પ્રેઝન્ટેશન અને વિષય વિષે ઊંડાણપૂર્વક સમજ આપી હતી, જેમાં NOC મેળવવા, પીઝોમીટર માટેની માર્ગદર્શિકા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, ખારા ભૂગર્ભજળના સંશ્લેષણ માટેનો સમાવેશ થાય છે.
CGWA ના સભ્ય સચિવ શ્રી ટી.બી.એન. સિંહે ભુનીર એપના તેના પુરોગામી, NOCAP કરતાં ફાયદાઓ વિશે વિગતવાર પ્રેઝેન્ટેશન આપ્યું હતું. CGWA ના સાયન્ટિસ્ટ D શ્રીમતી ઇતિ ગુપ્તાએ ભુનીર એપનો પરિચય આપ્યો અને તેની વિશેષતાઓ અને કાર્યક્ષમતાઓ પર પ્રેઝેન્ટેશન આપ્યું હતું.
વર્કશોપનું સમાપન GCCIની પર્યાવરણ ટાસ્કફોર્સના ચેરમેન શ્રી અંકિત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે આજના કાર્યક્રમમાં સક્રિય ભાગીદારી બદલ તમામ મહાનુભાવો અને સહભાગીઓનો આભાર માન્યો હતો. આ વર્કશોપ ભૂગર્ભજળ સંરક્ષણ અને ટકાઉ પાણી વ્યવસ્થાપન પ્રથાઓ માટે ભુનીર એપ જેવા અદ્યતન સાધનોના ઉપયોગ અંગે જાગૃતિ લાવવા માટે એક મહત્વનું પગલું હતું.
આજની વર્કશોપમાં નિષ્ણાતો અને ઉદ્યોગોના પ્રતિનિધિઓની હાજરી જોવા મળી હતી, જેમાં ટકાઉ પાણી વ્યવસ્થાપન પ્રથાઓના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.