GCS હોસ્પિટલ દ્વારા કિડનીના રોગો માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ યોજાશે
કિડની, મુત્રમાર્ગ, પથરી, પ્રોસ્ટેટને લગતી તકલીફો માટે નિષ્ણાત નેફ્રોલોજીસ્ટ અને યુરોલોજીસ્ટ દ્વારા તપાસ અને માર્ગદર્શન માટે જીસીએસ હોસ્પિટલમાં 23 થી 31 ઓગસ્ટ, 2021 સુધી નિ:શુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે,
જેમાં જીસીએસ હોસ્પિટલના નિષ્ણાત સુપર-સ્પેશીયાલીસ્ટ કન્સલ્ટન્ટ – નેફ્રોલોજી: ડો.સૌરીન દલાલ, ડો.મહેન્દ્ર મુલાની, ડો.દિશા ભટ્ટ (પીડિયાટ્રિક નેફ્રોલોજીસ્ટ) અને કન્સલ્ટન્ટ-યુરોલોજીસ્ટ: ડો.સ્નેહ શાહ, ડો.ગૌરાંગ વાઘેલા, ડો.ગિરિરાજ વાળા, ડો.રવિ જૈન અને ડો.વિવેક કોઠારી દ્વારા નિઃશુલ્ક કન્સલ્ટેશન મળશે.
આ કેમ્પમાં કિડનીને લગતી તકલીફો, પથરીનો દુઃખાવો-પડખાનો દુઃખાવો, વારંવાર થતી પથરી, પેશાબ-મુત્રમાર્ગને લગતી તમામ તકલીફોની સારવાર,પ્રોસ્ટેટ,પેશાબની કોથળીના કેન્સરની સારવાર, વારસાગત કીડનીના રોગો, પુરૂષોમાં શુકાણુંની કમી,વંધ્યત્વ, સેક્સને લગતી સમસ્યાઓ, ઉંમરને કારણે પેશાબની તકલીફો માટે દર્દીઓ નિઃશુલ્ક માર્ગદર્શન મેળવી શકે છે.
બાળકોમાં કિડની પરના સોજા અને કિડનીને લગતી સમસ્યાઓ માટે પણ ખાસ પીડિયાટ્રિક નેફ્રોલોજીસ્ટ દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન મળશે. જીસીએસ હોસ્પિટલમાં ડાયાલીસીસની સુવિધા રાહત દરે ઉપલબ્ધ છે તેમજ ‘આયુષ્માન ભારત’ યોજના હેઠળ નિઃશુલ્ક ડાયાલીસીસ અને સારવારનો લાભ મળી શકશે. આ કેમ્પમાં ભાગ લેવા દર્દીઓ 9313567107 / 9228102019 પર રજીસ્ટ્રેશન કરાઈ શકે છે.
જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. જીસીએસ હોસ્પિટલમાં સાવચેતીના તમામ જરૂરી પગલાં સાથે બધી જ જનરલ અને સુપર-સ્પેશિયાલિટીઓમાં દર્દીઓની સુરક્ષિત સારવાર નિયમત રીતે ઉપલબ્ધ છે.
શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.