GCS હોસ્પિટલ દ્વારા દર્દીઓ માટે CPR ટ્રેઈનીંગ યોજાઈ
અમદાવાદ, વર્લ્ડ એનેસ્થેશિયા દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલના એનેસ્થેશિયા વિભાગ દ્વારા જનજાગૃતિ હેતુથી કોલ્સ સીપીઆર પ્રોગ્રામ અને એનેસ્થેશિયા વિશે માહિતી આપવામાં આવી હતી. કોલ્સ એટલે કે કમ્પ્રેશન (દબાણ) ઓન્લી (માત્ર) લાઈફ (જીવન) સપોર્ટ (સહારો),
આ પદ્ધતિમાં કાર્ડિયાક અરેસ્ટ સમયે છાતી પર અમુક નિયત જગ્યાએ, નિયત સમયે દબાણ આપવાનું હોય છે તેનાથી હૃદયના ધબકારા પાછા શરુ થાય છે અને વ્યક્તિનો જીવ બચાવી શકાય છે. આ પ્રોગ્રામ અંતર્ગત દર્દી તથા તેમના સગાઓને માહિતગાર કરી પેમ્ફલેટ તથા ચોકલેટ વહેંચવામાં આવ્યા હતા.
કેટલીય જીવલેણ ઘટનાઓ જેવી કે હૃદયરોગનો હુમલો, ઇલેક્ટ્રિક કરંટ લાગવો, પાણીમાં ડૂબી જવું અને હૃદય બંધ પડી જવું વગેરેમાં જાે સામાન્ય લોકોને જીવ બચાવવાની ટેકનિક કોલ્સ આવડતી હોય તો સમયસર કોલ્સથી ઘણા લોકોના જીવ બચાવી શકીએ. ૧૦૫ જેટલા લોકોએ આ ટ્રેનિંગમાં ભાગ લઇ આ જીવન બચાવ પદ્ધતિ વિષે તાલીમ મેળવી હતી. ટ્રેઈનીંગ બાદ અસરકારક રીતે કોલ્સ કરનાર વ્યક્તિને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યું હતું.
જીસીએસ હોસ્પિટલ એ નાભ સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) ૧૦૦૦-બેડની હોસ્પિટલ છે જે સામાન્ય માણસની કોઈ પણ પ્રકારની હેલ્થકેર જરૂરિયાત પુરી કરવા સક્ષમ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.