GCS હોસ્પિટલને ગુજરાત ફાયર એન્ડ રેસ્ક્યુ એવોર્ડ ‘ગર્વ’ એનાયત
GCS Hospital awarded for fire safety by Gujarat Fire and Rescue Department
કોઈપણ હોસ્પિટલમાં દર્દીઓ અને સ્ટાફની સલામતી અને સુરક્ષા એ ખુબ મહત્વનું હોય છે. લોકોની સુરક્ષા અને સલામતી માટે પોતાના જીવનને જોખમમાં મૂકીને નિઃસ્વાર્થ ભાવે સેવા કરતાં ફાયર અને રેસ્ક્યુ ઓફિસર્સની ઉમદા કામગીરીનું સન્માન કરવા
તથા જનતા સમક્ષ તેમની સાહસિક કામગીરી અંગે જાણકારી ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત ફાયર એન્ડ રેસ્ક્યુ એવોર્ડ્સ – ગર્વનું 24મેના રોજ ગાંધીનગરમાં સ્વર્ણિમ પાર્ક ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ કામગીરી નિભાવતા ફાયર અને સેફટી સુપરહીરોની ઓળખ કરીને તેમનું સન્માન કરવાના ઉદ્દેશ્ય સાથે આ ગર્વ’ એવોર્ડનું આયોજન થયું હતું.
આ કાર્યક્રમમાં આખા ગુજરાતમાંથી હોસ્પિટલ ક્ષેત્રે, જીસીએસ હોસ્પિટલને તેની ફાયર સેફટી અને સલામતી વ્યવસ્થા માટે ‘ગર્વ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. જીસીએસ હોસ્પિટલ વતી શ્રી રવિન્દ્ર કુમાર (સિનિયર મેનેજર – ફેસિલિટી) અને શ્રી અમિત ચૌહાણ (ફાયર સેફટી ઓફીસર) એ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. વિવિધ મંત્રીશ્રીઓ, બોલીવુડ અને ગુજરાતી ફિલ્મ જગતના અગ્રણીઓ, મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત 1000-બેડની હોસ્પિટલ છે જે સામાન્ય માણસની કોઈ પણ પ્રકારની હેલ્થકેર જરૂરિયાત પુરી કરવા સક્ષમ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.