GCS હોસ્પિટલમાં એનેસ્થેસિયા વિભાગ દ્વારા બેઝિક અને એડવાન્સ CPR મેગા ઈવેન્ટનું આયોજન કર્યું
જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ તથા રિસર્ચ સેન્ટર દ્વારા એનેસ્થેસિયા વિભાગે બેઝિક અને એડવાન્સ CPR મેગા ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આ ઈવેન્ટ 19 અને 20 ઓગસ્ટના રોજ સવારે 8:00 થી 6:00 કલાક દરમિયાન યોજાયેલ હતો. સમગ્ર ગુજરાતમાંથી 51 ડેલિગેટસ અને સ્ટાફએ ભાગ લીધો હતો.
જેવો ને IRCF (ઈન્ડિયન રિસસિટેશન કાઉન્સિલ ફેડરેશન) ના મેમ્બર ડૉક્ટર દ્વારા સૈદ્ધાંતિક તથા પ્રેકટીકલ તાલીમ આપવામાં આવી હતી. ઈવેન્ટ પછી તમામ ડેલિગેટસ અને સ્ટાફ ને પરીક્ષા લીધા બાદ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
ઉપરોક્ત કાર્યક્રમ અંતર્ગત- જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ તથા રિસર્ચ સેન્ટર ના કોર્સ ડિરેક્ટર ડો. હિના છાનવાલ – મેડિકલ સૂપરિનટેન્ડન્ટ અને કોર્સ કોઓર્ડીનેટર ડો. રસેશ દિવાન એનેસ્થેસિઓલોજી ની ટીમના ડોક્ટરો દ્વારા CPR ટ્રેનિંગની તાલીમ આપવામાં આવી હતી.
જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ તથા રિસર્ચ સેન્ટર દ્વારા CPR ટ્રેનિંગની તાલીમ નિયમિત પણે આપવામાં આવે છે. જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ તથા રિસર્ચ સેન્ટરના સીઓઓ – ડૉ. જગદિશ ખોયાણી, ડિરેક્ટર – કિર્તી પટેલ, ડીન – ડૉ. યોગેન્દ્ર મોદી,એડિશનલ મેડિકલ સૂપરિનટેન્ડન્ટ – શ્રીધર ભંડારુ, ડેપ્યુટી સૂપરિનટેન્ડન્ટ – હર્ષિલ ધારૈયા ના સતત સમર્થન અને મદદ માટે આભારી છીએ.
જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત 750-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.