Western Times News

Gujarati News

કોલંબિયા સ્પોર્ટ્સવેર અમદાવાદમાં શરૂ કરી રહ્યું છે તેનું નવું આઉટલેટ્સ!

અમદાવાદ, કોલંબિયા સ્પોર્ટવેર, દુનિયાભરમાં તેના પ્રિમિયમ આઉટડોર અપરેલ્સ અને ગીઅર્સ માટે જાણિતી કંપનીને જાહેર કરતા ગર્વ છે કે, અમદાવાદ, ગુજરાત ખાતે, નવનીત પ્લાઝા, ચિમનલાલ ગિરધરલાલ રોડ, મિઠાખળી, નવરંગપુરા ખાતે તેમનું નવું આઉટલેટ્સનું ઉદ્ઘાટન કરી રહ્યા છે.

અમદાવાદના હાર્દમાં આવેલા આ ઉમેરાની સાથે, સમગ્ર ભારતના એડવેન્ચર ઉત્સાહિતો માટે સર્વશ્રેષ્ઠ આઉટડોર ગીયર્સ અને વસ્ત્રો પહોંચાડવા માટે કોલંબિયાની પ્રતિબદ્ધતામાં વધુ એક નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. Gear Up for Exploration: Columbia Sportswear’s Latest Outlet Embarks on an Adventure in Ahmedabad!

 1938માં પોર્ટલેન્ડ, ઓરેજનમાં શરૂ કરવામાં આવ્યા બાદ, બ્રાન્ડએ સાહસ અને સંશોધનની ભાવનાને મૂર્તિમંત કરી છે. પેસિફિક ઉત્તરપૂર્વિય વાતાવરણના પડકારોને પહોંચી વળવા માટે નવી ટેકનોલોજીની પ્રણેતા સુધી, કોલંબિયાએ સતત આઉટડોર ગીઅરમાં શ્રેષ્ઠા માટે એક માપદંડ હાંસિલ કર્યું છે.

 બધા કોલંબિયા સ્ટોર્સની જેમ અમદાવાદનું નવું આઉટલેટ્સ પણ દરેક આઉટડોર અનુભવને વધારવા માટે ડિઝાઇન કરાયેલ અત્યાધુનિક વસ્ત્રો તથા ગીઅર્સની કાળજીપૂર્વક પસંદગી પૂરી પાડે છે. પેટન્ટ કરાયેલા ઓમ્ની-હીટ થર્મલ રિફ્લેક્ટિવ લાઈનિંગથી લઈને ઓમ્ની-ટેક વોટરપ્રૂફ અને શ્વાસ લઈ શકાય તેવા કાપડ સુધી, દરેક પ્રોડક્ટ્સ એ પફોર્મન્સ, આરામ તથા ટકાઉપણું માટેની બ્રાન્ડની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

 અંકુર ભાટિયા, કોલંબિયા સ્પોર્ટ્સવેરના સીઈઓ અમદાવાદમાં બ્રાન્ડના તેના વિસ્તરણ માટે ઉત્સાહ વ્યક્ત કરતા અને ભારતમાં આઉટડોર એડવેન્ચર પર તેમની વ્યાપક દ્રષ્ટિ વિશે જણાવતા કહે છે, “આઉટડોર માટેના અમારા જુસ્સાથી પ્રેરિત, અમે લોકોને પ્રેરિત અને સક્ષમ બનાવવાના મિશન પર છીએ કે તેઓ બહારના આનંદને પણ સંપૂર્ણ રીતે માણી શકે છે.

અમદાવાદમાં અમારી હાજરીની સાથે, અમે આઉટડોર એડવેન્ચરને દરેક માટે સુલભ બનાવવાના અમારા વિઝનને સાકાર કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું લઈ રહી છીએ. અમારું ધ્યેય માત્ર સ્ટોર્સ ખોલવાથી આગળ વધે છે: અમે ભારતમાં ટ્રેકિંગ અને હાઈકિંગ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છીએ, અમારો હેતુ લોકોને વધુ પ્રોત્સાહન આપીને આપણા દેશની સુંદરતા જોવા માટે પ્રોત્સાહિત કરવાનો અને આઉટડોર એડવેન્ચરને તેમની જીવનશૈલીનો એક ભાગ બનાવવાનો છે.”

 બ્રાન્ડ વિસ્તરણની વ્યૂહરચના મહત્વકાંક્ષી અને હેતપૂર્ણ બંને છે, જેમાં આવતાવર્ષ સુધીમાં દેશભરમાં 50 સ્ટોર્સ સ્થાપવાની યોજના છે. તેમનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે, દેશના દરેક ખૂણેથી વ્યક્તિઓ પાસે ઉચ્ચ- ગુણવત્તાવાળા આઉટડોર ગીઅર્સ અને અપરેલ મેળવી શકે છે. વધુમાં કોલંબિયા એ શહેરોની અને સમુદાયોની સંભવિતતાને ઓળખવા અને તેમના સુધી પહોંચવા માટે પ્રતિબદ્ધ છે, જે સાહસ અને સંશોધનની સંસ્કૃતિને ઉછેરશે.

 અમદાવાદમાં આઉટલેટ્સની રજૂઆત એ ફક્ત શહેરમાં વિશ્વસ્તરના આઉટડોર ગીઅર્સ લઇને આવવાનું એટલું જ નહીં, પણ તેઓ બહારના મહાન રોમાંચને સ્વિકારવા માટે ઉત્સાહિતોને સશક્તિકરણ કરવાની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. પર્વતિય શિખરો પર સ્કેલિંગ કરવું હોય કે, પછી શહેરી જંગલોમાં નિકળવું હોય, કોલંબિયા સાહસિકોને કોઇપણ વાતવરણમાં ખિલવા માટે જરૂરી ગીઅર્સથી સજ્જ કરે છે.

 સાહસ પસંદ કરનારાઓને કોલંબિયા સ્પોર્ટસવેર, અમદાવાદ, ગુજરાતના આઉટલેટ્સની મુલાકાત માટે આવકારીએ છીએ અને હિંમતની સાથે, તમારી આગામી આઉટડોર મુસાફરી શરૂ કરો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.