કે.ટી.હાઇસ્કુલ ખેડબ્રહ્મા ઇંગ્લીશ મીડીયમ વિભાગ દ્વારા ગીતા જયંતી ઉજવાઇ
ઇંગ્લીશ મીડીયમ ના બાળકોએ આ સ્પર્ધામાં લેખિત તથા મૌખિક નિબંધ સ્પર્ધામાં ભાગ લીધા
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, કે.ટી. હાઇસ્કુલ ખેડબ્રહ્મા ના ઇંગ્લીશ મીડીયમ વિભાગ દ્વારા તારીખ ૧૦- ૧૨- ૨૨ ને શનિવારના રોજ ગીતા જયંતીના ઉપલક્ષ્યમાં ગીતા સાર અને ગીતા ના સંદર્ભમાં ઇંગ્લીશ મીડીયમ ના બાળકોએ આ સ્પર્ધામાં લેખિત તથા મૌખિક નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં મહેમાન શ્રી ખેડબ્રહ્મા કેળવણી મંડળના ઉપપ્રમુખ કે.કે. પટેલ, માનદ મંત્રી શ્રી શૈલેષભાઈ મહેતા સભ્ય શ્રી કિર્તીભાઈ યુ. જાેશી તથા લાઇબ્રેરીયન રાકેશભાઈ જેમણે આ આયોજન રાખેલ તથા એના વિતરણ પર જાહેર કરેલ. તથા શાળાના આચાર્ય શ્રી રણવીરસિંહ વાઘેલા હેમંત યાજ્ઞિક અને સોનગરા જયાબા પ્રવિણસિંહના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામનું સંચાલન શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું.