“હપ્પુ કી ઉલટન પલટન”માં હપ્પુની પત્નિ રાજેશનું પાત્ર ભજવશે ગીતાંજલી મિશ્રા
એન્ડટીવી પર ઘરેલુ કોમેડી હપ્પુ કી ઉલટન પલટનમાં નવી રાજેશ ઉર્ફે રજ્જો, દરોગા હપ્પુ સિંહ (યોગેશ ત્રિપાઠી)ની દબંગ દુલ્હનિયા તરીકે પ્રવેશી હોવાથી ભારે રોમાંચ છવાઈ ગયો છે. અભિનેત્રીએ શૂટ શરૂ કર્યું છે ત્યારે કલાકારો અને ક્રુએ તેનું ઉષ્માભર્યું સ્વાગત કરીને શુભેચ્છાઓ આપી છે.
આ અવસરે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી, જે યાદગાર અવસર બની ગયો હતો. ગીતાંજલીના પ્રવેશને લઈને ઉષ્માભર્યું સ્વાગત અને ધમધમાટ સાથે 7મી ઓગસ્ટે તે નવી રાજેશની ભૂમિકામાં આવશે ત્યારે દર્શકો માટે મજેદાર ટ્રીટ બની રહેવાની છે.
&TV પર હપ્પુ કી ઉલટન પલટનમાં નવી રાજેશની ભૂમિકા માટે ઉષ્માભર્યું સ્વાગત અને આવકાર વિશે બોલતાં ગીતાંજલી મિશ્રા કહે છે, “રાધે રાધે બોલ લાયે હૈ! હું આ અતુલનીય પ્રવાસે નીકળી પડી છું ત્યારે ખૂબ ખૂબ કૃતજ્ઞથી ઊભરાઈ રહી છું. આરંભમાં શોમાંમારી હાજરી વિશે લોકો કેવી પ્રતિક્રિયા આપશે તે વિચારથી બેચેન હતી,
પરંતુ તેમનો અદભુત પ્રેમ અને ટેકાએ મારી અંદર નવો વિશ્વાસ ભરી દીધો છે. મારી ટીમે મારું જે રીતે સ્વાગત કર્યું તેનાથી મારું મન ઊભરાઈ આવ્યું હતું. મારી આસપાસના લોકોમાં મને તેમની નવી રાજેશ તરીકે જોવાનો રોમાંચ અને ઉત્સુકતાએ અત્યંત સુંદર લાગણી કરાવી છે. આ તક મારા જીવનમાં સન્માનજનક અને મહત્ત્વપૂર્ણ અવસર છે.
મારી ભાવનાઓ અને કૃતજ્ઞતાને શબ્દોમાં વર્ણવી શકું એમ નથી. આ ભૂમિકા ખરેખર મારે માટે યાદગાર તક છે અને હું આ પાત્ર ભજવવા માટે પોતાને મનઃપૂર્વક સમર્થિત કરીશ. હું નવી રાજેશના રૂપમાં આવી રહી છું ત્યારે દર્શકો ટેકો અને વહાલ આપે અને તેને લોકપ્રિયતાની નવી ઊંચાઈએ લઈ જાય તેની ઉત્સુકતાથી વાટ જોઈશ. તમારા સહભાગથી હું બધાનું મનોરંજન કરવા અને ખુશી લાવવા માટે કટિબદ્ધ છું. એકત્ર મળીને અમે આ પ્રવાસને અવિસ્મરણીય બનાવીશું.”
શોમાં પ્રવેશ અને લૂક વિશે ગીતાંજલી મિશ્રા કહે છે, “દર્શકોએ રાજેશ તરીકે મારા પ્રવેશ સાથે મનોરંજક વાર્તા જોઈ છે. કટોરી અમ્મા (હિમાની શિવપુરી) અપસેટ છે, કારણ કે તેનો પતિ ખોડી લાલ (શરદ વ્યાસ) તેમની એનિવર્સરી ભૂલી જાય છે અને ફ્રેન્ડ જમિલા સાથે રાત વિતાવે છે. જોકે પરિવાર તેમને માટે સરપ્રાઈઝ પાર્ટી યોજવાનું નક્કી કરે છે,
જ્યાં કટોરી અમ્મા ગુસ્સામાં તેમના છૂટાછેડાની ઘોષણા કરી બેસે છે. તે રાજેશ (ગીતાંજલી મિશ્રા)ને જજ અને બેની (વિશ્વનાથ ચેટરજી)ને વકીલ બનાવે છે. દરમિયાન હપ્પુ બેની વિરુદ્ધ કેસ લડે છે અને ખોડી લાલને ટેકો આપે છે.”
અહીં પોતાના દેખાવ વિશે તે ઉમેરે છે, “રાજેશનો દેખાવ હંમેશાં મને સારો લાગ્યો છે, ખાસ કરીને તેનું દબંગ વલણ અને સુંદર સાડીઓમાં તે બહુ સારી દેખાય છે. સાદગીપૂર્ણ છતાં સ્વર્ણિમ સાડીઓ અને તેજસ્વી મેક-અપ બહુ પરફેક્ટ છે. ક્રિયેટિવ ટીમે પાત્રનું અસલપણું અને પ્રતિકાત્મક લૂક કોઈ પણ મોટા ફેરફાર વિના જાળવી રાખ્યા છે. આમ છતાં દરેક કલાકાર ભૂમિકામાં અલગ ખૂબી લાવે છે, જે તેમને અલગ તારવે છે અને તેમના પાત્રને વધુ બહેતર બનાવે છે.
આવું મોટું પાત્ર ભજવવા સાથે મોટી જવાબદારી આવે છે, કારણ કે પાત્ર તેના તકિયાકલામ અને અજોડ દેખાવને કારણે વ્યાપક રીતે ચાહવામાં આવ્યું છે. હું નિખાલસતાથી આશા રાખું છું કે દર્શકો તેમની નવી રાજેશને મનઃપૂર્વક સ્વીકારશે, અગાઉ જેવો જ પ્રેમ અને ટેકો તેને આપશે. તેમના ઉષ્માભર્યા સ્વાગત સાથે હવે હું આ વહાલા પાત્રને ન્યાય આપવાનું અને તેને મારી પોતાની બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.