Western Times News

Gujarati News

ગીતાંજલી મિશ્રાના ઝૂમખાએ લખનૌ બજારમાં શોર મચાવ્યો!

ઝૂમખા રીલ્સના વાઈરલ પ્રવાહ વચ્ચે એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં રાજેશની ભૂમિકા માટે જ્ઞાત ગીતાંજલી મિશ્રા આ મનોહર અને સાંસ્કૃતિક રીતે મહત્ત્વપૂર્ણ ભારતીય દાગીના માટે મજેદાર ખરીદી પર નીકળી પડી છે. શો અને તેમાં તેની એન્ટ્રીને પ્રમોટ કરવા માટે લખનૌની મુલાકાત દરમિયાન ગીતાંજલી ઝૂમખાથી મોહિત થઈ ગઈ હતી.

વ્યાપક કલેકશન ધરાવતી ગીતાંજલી તે શૂટ્સ દરમિયાન પહેરે છે અને પોતાની સ્ટાઈલમાં પણ ઉમેરે છે. ગીતાંજલી ભારતભરમાં પ્રવાસ કરે ત્યારે ઝૂમખાની જોડી અચૂક ખરીદી કરે છે, જે સંસ્કૃતિ અને ફેશનને બેજોડ રીતે સંમિશ્રિત કરતા આ નાજુક ડિઝાઈન કરેલા ખજાના માટે તેનો ઊંડો પ્રેમ દર્શાવે છે.

આ વખતે તેણે એકઝાટકે ઝૂમખાની અનેક જોડીઓ ખરીદીને પોતાનું કલેકશન વધાર્યું. અભિનેત્રી અનુસાર તેના અસલ જીવન અને રાજેશ વચ્ચે વ્યક્તિત્વ વચ્ચે એકસમાન બાબત જો કોઈ હોય તો તેમનો ઝૂમખા માટે પ્રેમ છે. ઝૂમખા માટે પ્રેમ વિશે બોલતાં એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં રાજેશનું પાત્ર ભજવતી ગીતાંજલી મિશ્રા કહે છે,

“દાગીનાની વાત આવે ત્યારે એરિંગ્સ મારે માટે હંમેશાં અગ્રતા બની જાય છે. એરિંગ્સની જોડી તમારા સંપૂર્ણ લૂકને ચમત્કારિક રીતે બદલી નાખે છે. તે કોઈનું પણ સૌપ્રથમ ધ્યાન ખેંચી છે, જેથી તે મનોહર અને ધ્યાનાકર્ષક હોવા જોઈએ. મેળાવડા, પાર્ટી, વિધિસર અવસરો હોય કે પારંપરિક સમારંભો,

મારા કલેકશનમાંથી ઝૂમખાની જોડી હંમેશાં સ્ટાઈલિશ પ્રભાવ પાડવા માટે ઉત્તમ પસંદગી તરીકે ઊભરી આવે છે. અસલ પારંપરિક દાગાના માટે મારો લગાવ મારી ઉંમર સાથે વધી રહ્યો છે, જેને લીધે નિયમિત એસેસરી તરીકે ઝૂમખા ખરીદી કરવા માટે પ્રેરિત થાઉં છું. ઝૂમખાની બાબતમાં એક ચમત્કારિક પાસું છે,

કારણ કે તે નાજુક ડિઝાઈન, સ્વર્ણિમ રંગો અને મનોહરતા સાથે તે આસાનીથી પરંપરાને સંમિશ્રિત કરે છે. એક રીતે તે એસેસરીના નંગથી પણ વિશિષ્ટ છે, પરંતુ હેરિટેજ અને કળા કારીગરીનો નમૂનો પણ છે. તેનો છમછમ અવાજ મંત્રમુગ્ધ કરનારું વાતાવરણ નિર્માણ કરે છે. મારી પાસે ઝૂમખાનું વિશાળ કલેકશન છે અને હું જ્યાં પણ જાઉં ત્યાં જોડે રાખું છું. સમયાંતરે મારું કલેકશન ઘણી બધી ઝૂમખાની સ્ટાઈલ સાથે બેસુમાર વધી ગયું છે.

આમાંથી ચાંદબાલી તેની વર્સેટાલિટી અને મારાં બધાં આઉટફિટ્સમાં સારી લાગતી હોવાથી મારી ફેવરીટ છે. મેં તેનો સંગ્રહ કરવા માટે સમર્પિત જગ્યા રાખી છે. રસપ્રદ રીતે રાજેશ અને ગીતાંજલીનું એકસમાન ફેશનનું તત્ત્વ ઝૂમખા છે. તાજેતરમાં નવાબોનું ઐતિહાસિક શહેર લખનૌની મુલાકાત દરમિયાન મેં સ્થાનિક ખાદ્યો માણ્યા અને તે પછી પારંપરિક ઝૂમખાઓની ખરીદી કરવા માટે નીકળી પડી હતી.

લખનૌની પ્રસિદ્ધ બજાર અમીનાબાદ બઝાર મારું સ્વર્ગ બની ગયું. હું શોપિંગ કરતી હતી ત્યારે જથ્થાબંધ ખરીદી કરવાથી પોતાને રોકી શકી નહોતી. આ બજારમાં ઈતિહાસમાં મૂળ ધરાવતી અને વિવિધ શહેરોમાં નાની કે મોટી ન્ય બજારોમાં જોવા મળતી નથી તેવી ડિઝાઈનો મળે છે.

માનો કે નહીં માનો પણ મેં લગભગ પચાસ જોડી ઝૂમખા ખરીદી કર્યા, જે અજોડ ડિઝાઈન, રંગો અને આકારમાં હતા. જોકે એક્કાવન પાવન અંક હોવાથી મેં વિશેષ સ્પર્શ સાથે વધુ એક ખરીદી કર્યું. અલગ અલગ શહેરમાંથી એરિંગ્સની જોડીઓ ભેગી કરવી તે મારો મજેદાર રિવાજ બની ગયો છે. જો મારા પ્રવાસમાં ઝૂમખા નહીં ખરીદી કરું તો મારી ટ્રિપ અધૂરી રહી જાય છે (હસે છે). ”

ગીતાંજલી વધુમાં કહે છે, “હું નાજુક, બારીકાઈથી ડિઝાઈન કરેલા દાગીનાને અગ્રતા આપું છું, જેની સાદગી અને મનોહરતા દીપી ઊઠે છે. મારા માટે દાગીના ડિઝાઈનથી પણ વિશેષ છે. તે કળાકારીગરીની ગુણવત્તાની ખૂબીઓને મઢી લે છે. એસેસરીઝ, ખાસ કરીને ઝૂમખા અને એરિંગ્સ સ્ટાઈલના સ્પર્શમાં ઉમેરો કરે છે અને સ્ટાઈલનું તત્ત્વ વધારે છે.

ઝૂમખા બહુમુખી છે અને પારંપરિક અને સમકાલીન પોશાક સાથે પૂરક બને છે, જે લઈ તે જરૂરી એસેસરી બની જાય છે. હું કાળજીપૂર્વક ઘડવામાં આવેલા અને કળાકારીગરીનો નમૂનો હોય તેવા ઝૂમખા પસંદ કરું છું. જો આ નંગો મારા વ્યક્તિત્વ સાથે સુમેળ સાધવા માટે પર્સનલાઈઝ્ડ કરી શકાય તો તે આખરી જીત બની જાય છે.

મને હૂપ, સૂર્યખાંતી, ઝાલર કે મારી વહાલી ચાંદબાલી હોય, મારી પસંદગી સાથે અજમાયશ કરવાની પ્રક્રિયા ઊંડાણથી માણું છું, જે સર્વ સર્વ વિવિધ પારંપરિક પોશાક સાથે પૂરક છે, જે પારંપરિક ભારતીય લૂકમાં પૂરકતા લાવવા અજમાયશ કરવાનું મને ગમે છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.