જથ્થાબંધ મોંઘવારી દરમાં સામાન્ય ઘટાડો: જૂનમાં ૧૫.૧૮ ટકા
નવીદિલ્હી, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની સાથે અન્ય મોરચે સામાન્ય રાહત મળતા ભારતમાં જૂન મહિનામાં મોંઘવારીમાં સામાન્ય રાહત મળી છે. જાેકે જથ્થાબંધ ભાવાંક જૂન મહિનામાં ૧૫%થી ઉપર રહ્યો છે જાહેર થયેલ સરકારી આંકડા અનુસાર દેશમાં હોલસેલ પ્રાઈસ ઈન્ડેકસ(ડબલ્યુપીઆઈ) અગાઉના મહિનાના રેકોર્ડ સ્તરેથી સામાન્ય ઘટીને ૧૫.૧૮% રહ્યો છે.
મે મહિનામાં ડબલ્યુપીઆઈ ઈન્ડેકસ ૧૫.૮૮%ના દરે ત્રણ દાયકાની ટોચે જાેવા મળ્યો હતો. જાેકે સતત ૧૫મા મહિને ડબલ ડિજિટમાં જાેવા મળ્યો છે અને ૧૫%ના લેવલની ઉપર સતત ત્રીજા મહિને રહેતા આગામી આરબીઆઈની મોનિટરી પોલિસીમાં વ્યાજદરમાં વધુ એક વધારો નિશ્ચિત છે.
ડેટા અનુસાર જૂન મહિનામાં ફૂડ આર્ટિકલ સેગમેન્ટમાં ૧૪.૩૯ ટકાનો વધારો જાેવા મળ્યો હતો. અગાઉના મહિને આ ૧૨.૩૪ ટકા હતો. જૂનમાં શાકભાજીનો ડબલ્યુપીઆઈ ઈન્ડેક્સ ૫૬.૭૫ ટકા હતો, જે મે મહિનામાં ૫૬.૩૬ ટકા હતો. બટાટાના ભાવમાં ૩૯.૩૮ ટકા જ્યારે ડુંગળીના ભાવમાં (-)૩૧.૫૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
ફળોના ભાવ મે મહિનામાં ૯.૯૮ ટકાથી ગયા મહિને ૨૦.૩૩ ટકા વધ્યા હતા, જ્યારે દૂધના ભાવ એક મહિના અગાઉ ૫.૮૧ ટકાથી ૬.૩૫ ટકા વધ્યા હતા. ઈંડા, માંસ અને માછલીના ભાવ જૂનમાં ૭.૨૪ ટકા વધ્યા હતા જે એક મહિના અગાઉના ૭.૭૮ ટકા હતા જ્યારે ગયા મહિને અનાજના ભાવ ૭.૯૯ ટકા વધ્યા હતા, જે ૮.૦૧ ટકાથી નજીવા રીતે હળવા થયા હતા. ફયુલ એન્ડ પાવર સેગમેન્ટ મે મહિનામાં ૪૦.૬૨ ટકાથી ઘટીને ૪૦.૩૮ ટકા થયું છે.
પેટ્રોલના ભાવ મહિના પહેલાના ૫૮.૭૮ ટકાથી ઘટીને ૫૭.૮૨ ટકા થયા છે. મેન્યુફેકચરિંગ પ્રોડકટ્સનો ડબલ્યુપીઆઈ ઈન્ડેકસ જૂનમાં ઘટીને ૯.૧૯ ટકા થયો હતો જે અગાઉના મહિનામાં ૧૦.૧૧ ટકા હતો. મંગળવારે આવેલ ગ્રાહક સ્તરના મોંઘવારી દરના આંકડા પણ જૂનમાં ૭%થી ઉપર રહ્યાં હતા અને સતત છઠ્ઠા મહિને સેન્ટ્રલ બેંકના નિર્ધારિત બેન્ડની બહાર રહ્યો હતો.
અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે છેલ્લા બે મહિનામાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંચમાર્ક રેટમાં ૯૦ બેસિસ પોઈન્ટનો વધારો અને નિકાસ પર અંકુશ હોવા છતાં વૈશ્વિક ક્રૂડ ઓઈલ અને સ્થાનિક ભાવમાં વધારો થવાને કારણે ફુગાવો સામાન્ય જ ઘટયો છે.
સામે પક્ષે ડોલર સામે રૃપિયામાં આ વર્ષે લગભગ ૭%ના ઘસારાને કારણે કંપનીઓ તેમજ ગ્રાહકો માટે આયાતી ખાદ્યપદાર્થો અને એનર્જી પ્રોડકટોના ભાવમાં વધારો થયો છે.HS1MS