Western Times News

Gujarati News

જર્મનીમાં વર્કર્સની અછત સર્જાતા ઈમીગ્રેશન નિયમો હળવા કર્યા -આ વર્ષે બે લાખ વિઝા આપશે

(એજન્સી)જર્મની, જર્મની છેલ્લા કેટલાક સમયથી મજુરોની અછતને કારણે આર્થિક ક્ષેત્રમાં સંકટનો સામનો કરી રહયું છે. આ સંકટને ધ્યાનમાં રાખીને જર્મની સરકારે ગયાવર્ષે પણ પોતાના શ્રમ બજારને વધારવા માટે ઈમીગ્રેશન નિયમોમાં પણ રાહત આપી હતી. તે હજુ પણ કામદારોની અછતનો સામનો કરી રહયું છે.

આવી સ્થિતીમાં હવે જર્મની સરકારે શ્રમીક વીઝાની કુલ સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે. સરકારે આ માહિતી આપી હતી. આ નિર્ણય અનુસાર સરકારે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ર૦ર૪ તેમાં ૧૦ ટકાના વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જર્મની સરકાર દ્વારા લેવામાં આવતા ભારતના લોકો માટે આ સારા સમાચાર છે. આ નિર્ણયથી ભારતીયોને ફાયદો થઈ શકે છે.

ડીડબલ્યુના રીપોર્ટ મુજબ જર્મન સરકારે ગયા વર્ષે કેનેડાથી પ્રેરીત એઅક પોઈન્ટ બેસ્ડ સીસ્ટમને અપનાવી હતી. જે ઓપોચ્યુનીટી કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ હેઠળ વ્યવસાયીકો અને યુનિવસીટીના સ્નાતકો માટે દેશમાં પ્રવેશ અપાવવા, અભ્યાસ કરવા અને કામ શોધવામાં વધુ સરળ બનાવે છે. આનાથી બીન-યુરોની સંઘના દેશોના કુશળળ કામદારોને તેમની લાયકાત ઓળખ્યા વિના જર્મનીના પ્રવેશવાની મંજુરી મળે છે.

જર્મન સરકારના ત્રણ મંત્રાલયોએઅ સંયુકત નિવેદન બહાર પાડયું છે. જેમાં તેમણે કહયું કે આ વર્ષના અંત સુધીમાં લગગભગ ર લાખ પ્રોફેશનલ વીઝા જારી કરવામાં આવશે. વર્ષ ર૦ર૩ની સરખામણીમાં આ વર્ષે તેમાં ૧૦ ટકાનો વધારો થયો છે. આના કારણે નોન-ઈશ્યુ દેશોના વિધાથીઓને આપવામાં આવતા વીઝામાં ર૦ ટકાનો વધારો થયો છે.

જર્મનીના ગૃહમંત્રી નેન્સી ફેસરેર કહયું કે, પ્રતીભાશાળી યુવા જર્મનીમાં પોતાનો અભ્યાસ અને ટ્રેનીગ સૌથી વધુ સરળતાથી પુર્ણ કરી શકે છે. ઓપ્યુનીટી કાર્ડ કુશળ લોકોને સરળતાથી નોકરી મેળવવાની તક આપે છે. જયારે, મંત્રી એનાલેના બેયરબોકે આ સુધારાઓની પ્રશંસા કરી છે. અને જણાવ્યું છે કે આનાથી દેશમાં કામદારોની અછતને દુર કરવામાં મદદ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.