કબજીયાતની સમસ્યાનું મેળવો સમાધાન
કબજીયાત હોય તો ઝડપથી એનો ઉપાય કરો, નહીંતર શરીરમાં અન્ય બીમારીઓ જન્મી શકે છે
દરરોજ સવારે ઉઠીએ ત્યારે પેટ બરાબર સાફ થાય તો આખો દિવસ તાજગી અને હળવાશ અનુભવાય છે, પણ જાે પેટ સાફ ન થાય તો આખો દિવસ પેટમાં દુઃખાવો રહે, પેટ ફૂલેલું રહે અને છેવટે કબજીયાતની તકલીફ થાય. આવું કયારેક થાય તો ઠીક છે, પણ જાે પેટ સાફ થવાની તકલીફ દરરોજની થઈ જાય તો તેને કબજીયાત એટલે કે કોન્સ્ટિપેશન કહેવાય, તો જાણીએ કબજીયાત થવાના કારણો અને તેના ઉપાયો.
દરેક વયમાં જાેવા મળે ઃ આજની લાઈફસ્ટાઈલમાં ભોજનમં અનિયમિતતા, ભાગદોડવાળુ જીવન કે આખો દિવસ એક જ જગ્યા પર બેસી રહેવું, એકસરસાઈઝ ન કરવી, આવી દરેક બાબત સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડે છે અને કબજીયાત થાય છે. સૌથી વધુ પેટ અને પાચનક્રિયાને અસર થાય છે. એનાથી રોજ સવારે તમારા માટે મુશ્કેલી ઉભી થાય છે. મોટાઓથી માંડીને યુવાનો અને બાળકોમાં પણ આ સમસ્યા જાેવા મળે છે. હા, થોડી સાવચેતી રાખવાથી કબજીયાતથી છુટકારો મેળવી શકાય છે. કબજીયાત એક સામાન્ય સમસ્યા છે, જે કયારેક ભોજનની ખોટી આદતોને કારણે પણ થાય છે.
કબજીયાત થવાનાં કારણો ઃ ભોજનમાં ફાઈબરનો અભાવ, શરીરમાં પાણીની કમી, અનિયમિત ઉંઘ ઓછું ચાલવું, ઓછું કામ કરવું, શારીરિક મહેનત ન કરવી, કેટલીક દવાઓનું સેવન કરવું, મોટા આંતરડામાં કોઈ ઈજાને કારણે કે આંતરડામાં કેન્સર તણાવ, કેલ્શિયમ અને પોટેશિયમની ઉણપ, ડાયાબિટીસના દર્દીઓમાં પાચન સંબંધિત સમસ્યાઓ, ચા, કોફીનું વધુ સેવન કરવાથી, ધૂમ્રપાન કરવાથી કે દારૂ પીવાથી આ ઉપરાંત યોગ્ય સમયે ભોજન લેવાથી.
આ બીમારી થઈ શકે છે : કબજીયાતને કારણે પાઈલ્સ, ગેસ્ટ્રિક સંબંધિત બીમારી, પેટનું અલ્સર, મોટા આંતરડામાં સોજા, ઈરિટેબલ બાઉલ સિન્ડ્રોમ જેવી બીમારી થઈ શકે છે.
ફાઈબરનું વધારે સેવન કરવાથી પાચનતંત્ર ઝડપી કાર્ય કરે છે ઃ ખોરાકમાં ફાઈબરનો વધુ ઉપયોગ કરવાથી કબજીયાત દૂર થઈ શકે છે. રેશાયુક્ત ભોજનનું વધારે સેવન કરવું, તાજા ફળ તેમજ શાકભાજી વધારે ખાવા જાેઈએ. આ ઉપરાંત ખૂબ જ પાણી પીવું જાેઈએ.
નિયમિત કસરત કરવી જાેઈએ. આ સાથે જ ખોરાકમાં એવી વસ્તુઓ લેવી જેથી પેટ સાફ થઈ જાય. જેમ કે બે નાની ચમચી ઈસબગોલ પાણીમાં ૬ કલાક પલાળીને એટલી જ માત્રામાં સાકર મેળવેલું પાણી પીવાથી કબજીયાત દૂર થાય છે, ચણા ખાવાથી અને ચણાના લોટની રોટલી ખાવાથી આ સમસ્યા દૂર થાય છે, રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પીવાથી કબજીયાત દૂર થાય છે, ઘઉના જવારાનો રસ તેમજ મેથીના પાનનું શાક ખાવાથી કબજીયાત રહેતી નથી. ટામેટા પણ કબજીયાત દૂર કરવાનો ઉત્તમ વિકલ્પ છે.
મેડિટેશન, યોગ, બાયોફીડબેક તેમજ રિલેકસેશનની ટેકિનકથી તણાવ દૂર કરી શકાય છે. એકયુપ્રેશર કે શિઅત્સુ મસાજ પણ તણાવ દૂર કરવામાં મદદરૂપ બને છે. પેટને મસાજ કરવાથી સ્નાયુઓને આરામ મળે છે, જેનાથી આંરડાની ગતિ સારી બને છે.
અન્ય ઘરેલુ ઉપચાર ઃ • ડિહાઈડ્રેશન પણ કબજીયાત થાય છે તેથી યોગ્ય પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. સાદા પાણીની જગ્યાએ લીંબુ પાણી, નારિયેળ પાણી જેવા તરલ પદાર્થોને પણ ડાયટમાં લઈ શકાય. • ફાઈબરનું વધારે સેવન કરવાથી પાચનતંત્ર ઝડપી કાર્ય કરે છે, જેથી સ્ટૂલ પાસ કરવું સરળ બને છે. ડાયટમાં અનાજ, ફળો અને શાકભાજી ઓટ્સ, જવ, નટસ વગેરેનો સમાવેશ કરો. મુનક્કા જે કિસમિસનું એક મોટું સ્વરૂપ છે તેનું સેવન કરવાથી પણ કબજીયાતમાં રાહત મળે છે.
બાળકોમાં આ સમસ્યા ઃ • બેથી ત્રણ વર્ષના બાળકોમાં કોઈ નવી જગ્યાએ શિફટ થઈ જવાથી અથવા સ્કૂલે જવાનું શરૂ કરવાથી કબજીયાત થઈ શકે છે. • એક સંશોધન મુજબ ડોકટર પાસે સારવાર કરાવવા જતાં બાળકોમાં ર૦.પ ટકા બાળકો આંતરડા અને લિવરની સમસ્યાથી પીડાતાં હોય છે. • કોઈ બાળક આખા દિવ્સમાં એક વાર પણ ઝાડો ન કરે અને તેને મુશ્કેલી પડે કે બહુ વધારે જાેર લગાવવું પડે તો તે કબજિયાત છે. • બાળક વધારે પડતું જકફૂડ લે, જેમ કે નુડલ્સ, પાસ્તા, બર્ગર, પિઝા, બ્રેડ વધારે ખાય. • આઉટડોરને બદલે ઈન્ડોર ગેમ્સ રમવાનું પસંદ કરે કે જેથી એકસરસાઈઝ થઈ શકતી નથી. • ફ્રેશ થવા માટે પૂરતો સમય ન મળતો હોય.