જી. જી. મોરીવાલા ઇન્સ્ટિટયુટ ઓફ નર્સિગનું ઉદ્દઘાટન
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જી.જી.મોરીવાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ર્નસિંગનું મોડાસા માં ઉદ્દઘાટન, દાતાઓનો અભિવાદન અને વિદ્યાર્થીઓની શપથવિધિ કાર્યક્રમની શાનદાર ઉજવણી મદની હાઈ સ્કુલમાં કરવામાં આવી. મુખ્ય મહેમાન તરીકે પધારેલ ગુજરાત રાજ્ય અને નાગરિક પુરવઠા વિભાગ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર દ્વારા માનવ સેવા એ જ પ્રભુ સેવા છે તેના ઉપર બાળકોને પ્રવચન આપ્યું હતું અને ભવિષ્યમાં સંસ્થાને કંઇપણ જરૂરિયાત હોય તેને પુરી પાડવાનું જણાવ્યું હતું
અતિથિ વિશેષશ્રી પૂર્વ સંગઠન મંત્રી અતુલભાઇ દીક્ષિત (ચીફકમિશ્નર, સ્કાઉટ), ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે ર્નસિંગ કોલેજની મંજૂરી આપી એ અમે કોઈ ગર્વનું કામ કર્યું નથી પરંતુ મુસ્લિમ સમાજને સાથે અમે ખભે ખભા મિલાવી બંધુત્વન અને ભાઈચારાની ભાવના સાથે સમાજના બાળકો સારા માગૅ તરફ જાય અને ભારતના વિકાસમાં તેઓ સહભાગી બની રહે તે દ્રષ્ટિથી અમે મદદરૂપ બનીએ છીએ.
મુસ્લિમ સમાજ ભલે ભાજપથી દૂર રહે પરંતુ ભાજપ બધા સમાજ અને સાથે રાખી વિકાસની યાત્રામાં સહભાગી બની રહે છે. હું આજે આપને વિનંતી કરવા આવ્યો છું કે મા.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસ યાત્રામાં આપ જોડાઈ અને ભારતને વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે ભાજપમાં જોડાઈ વિકાસ યાત્રી બનો. મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી બાબુભાઈ ટાડાએ સર્વે મહેમાનોને આવકાર્યા હતા.
અતિથિ વિશેષ તરીકે પધારેલ નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ તથા જાણીતા બિલ્ડર જગદીશભાઈ ગાંધી એ શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના અગ્રણી સલીમભાઈ દાદુ સર્વોદય નાગરિક બેંકના ચેરમેન ઈકબાલ ઈપ્રોલિયા, બાબુભાઈ જાજ, જીવાભાઇ ખાનજી જનાબ ગુલામ અહેમદ મોરીવાલા, જનાબ તાહેર અલી એડનવાલા, જનાબ હુસેન અલી એડલવાલા, ડોક્ટર રાજપુરા અને ખણોસીયા તથા મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા અરવલ્લી જિલ્લાના પ્રમુખ અતુલભાઇ મહેતા, મહામંત્રી જોગેન્દ્ર ઉપાધ્યાય, ઉપપ્રમુખ શશિકાંત ભટે અતુલભાઇ દીક્ષિતનું સાલ ઓઢાવી સ્વાગત કર્યું હતું.