Western Times News

Gujarati News

બ્રિટિશ સેનામાં સૈનિક બૂટા સિંહના જીવન પર આધારિત હતી ગદર

મુંબઈ, જ્યારથી સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર ૨નો ફર્સ્ટ લુક અને રિલીઝ ડેટ અનાઉન્સ થઈ છે, ત્યારથી ફેન્સ ઘણી જ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. વર્ષ ૨૦૦૧માં રિલીઝ થયેલી આ ફિલ્મે ત્યારે બોક્સ ઓફિસ પર બંપર કમાણી કરી હતી.

ફિલ્મમાં તારા સિંહના રોલમાં સની દેઓલ અને સકીનાના રોલમાં અમીષા પટેલની કેમેસ્ટ્રીને ઘણી પસંદ કરવામાં આવી હતી. પરંતુ, શું તમે જાણો છો કે, ગદરઃ એક પ્રેમ કથા સત્ય ઘટના પર આધારિત છે? આ ઘટનાની ચર્ચા ભારતની સાથે-સાથે પાકિસ્તાનમાં પણ થઈ હતી.

ગદરઃએક પ્રેમ કથા ૧૯૪૭માં થયેલા ભારત-પાકિસ્તાનના ભાગલા પર આધારિત છે. તેમાં સની દેઓલ એક સરદાર તો અમીષા પટેલે એક મુસ્લિમ યુવતીનો રોલ ભજવ્યો હતો.

આ ફિલ્મે ત્યારે બે ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા. આ ફિલ્મની કહાની એક એવા સૈનિકના જીવન પર બની છે, જેની દુઃખભરી પ્રેમ કહાનીએ ભારતથી લઈને પાકિસ્તાન સુધીની જનતાને હચમચાવી નાખી હતી. આ સૈનિકનું નામ હતું બૂટા સિંહ, જેમનો રોલ સની દેઓલએ ‘ગદરઃ એક પ્રેમ કથા’માં નિભાવ્યો હતો.

બૂટા સિંહ બ્રિટિશ સેનામાં સૈનિક રહી ચૂક્યા હતા. તેમણે ૧૯૪૭માં થયેલા ભાગલા દરમિયાન ભડકેલા સાંપ્રદાયિક તોફાનોમાં એક મુસ્લિમ યુવતીનો જીવ બચાવ્યો હતો. આ યુવતીનું નામ જૈનબ હતું. બૂટા સિંહને જૈનબ સાથે પ્રેમ થઈ ગયો હતો અને બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. બંનેની એક દીકરી પણ થઈ. જાેકે, જૈનબ મુસ્લિમ હતી, એટલે તેણે નવા બનેલા પાકિસ્તાનમાં મોકલી દેવાઈ હતી.

જ્યારે બૂટા સિંહને જવા દેવાયા ન હતા. પરંતુ, બૂટા સિંહ ગેરકાયદેસર રીતે પાકિસ્તાનમાં ઘૂસી ગયા. તેમણે જૈનબનો સંપર્ક કરવાનો ઘણો પ્રયાસ કર્યો. પરંતુ, જૈનબએ પરિવારના દબાણમાં આવીને બૂટા સિંહ સાથેના લગ્ન તોડી નાખ્યા. જૈનબના લગ્ન તેના કાકાના દીકરા સાથે જબરજસ્તીથી કરાવી દેવાયા.

બીજી તરફ બૂટા સિંહની ધરપકડ કરી લેવાઈ. કોર્ટમાં જ્યારે બૂટા સિંહને રજૂ કરાયા તો તેમણે રડતા-રડતા જણાવ્યું કે, જૈનબ તેની પત્ની છે અને તેમની એક દીકરી પણ છે. જણાવાઈ રહ્યું છે કે, જૈનબે ઈનકાર કરી દીધો અને દબાણમાં આવીને બૂટા સિંહ અને દીકરી સાથે જવાનો ઈનકાર કરી દીધો.

બૂટા સિંહ તદ્દન ભાંગી પડ્યા અને હતાશામાં આવી ૧૯૫૭માં દીકરી સાથે ટ્રેનની નીચે પડતું મૂકી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં દીકરી તો બચી ગઈ, પરંતુ બૂટા સિંહનું મોત થઈ ગયું હતું.

બૂટા સિંહની અંતિમ ઈચ્છા હતી કે, મોત પછી તેના શરીરને બરકી ગામમાં દફનાવવામાં આવે, જ્યાં જૈનબના માતા-પિતા ભાગલા પછી વસ્યા હતા. જ્યારે બૂટા સિંહના પાર્થિવ દેહને ત્યાં લાવવામાં આવ્યો તો, ગામના લોકોએ ત્યાં દફનાવવાની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો. તે પછી બૂટા સિંહના શરીરને મિઆની સાહિબ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.