Lal Salaamનું ઘાંસૂ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું
મુંબઈ, રજનીકાંત, વિક્રાંત અને વિષ્ણુ વિશાલની અપકમિંગ ફિલ્મ ‘લાલ સલામ’નું ટ્રેલર લોન્ચ થયુ છે. આ ફિલ્મને લઇને લાંબા સમયથી ચર્ચામાં રહી હતી. ફિલ્મને રજનીકાંતની દીકરી એશ્વર્યાએ ડાયરેક્ટ કરી છે. આ એક સ્પોટ ડ્રામા છે જેમાં ક્રાઇમ અને એક્શનનો ફૂલ તડકો જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં રજનીકાંત એક મુસ્લિમ ગેંગ લીડરની ભૂમિકામાં છે.
ફિલ્મમાં ધાર્મિક સદ્ભાવ અને સાંપ્રદાયિક્તા જેવા મુદ્દાઓ દેખાડવામાં આવ્યા છે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મમાં કપિલ દેવનો પણ કેમિયો છે. લાલ સલામના ટ્રેલરની શરૂઆત ગાઢ જંગલમાં કોઇની રાહ જોઇ રહેલા લોકોથી થાય છે. પછી એક કારની પાસે બોમ્બ બ્લાસ્ટ થાય છે. આગળના સીનમાં વિષ્ણુ સહિત ઘણાં લોકો ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ મારપીટ તેમજ તોફાન જોવા મળે છે.
ફિલ્મમાં એક ધર્મના પ્રત્યે નફરતની રાજનીતિનો અેંગલ બતાવવામાં આવ્યો છે. ફિલ્મમાં રજનીકાંતે મોઇદીન ભાઇની ભુમિકા નિભાવી છે. આમાં એક્શનની સાથે-સાથે એમની એન્ટ્રી થાય છે. ઘણાં સીનમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રહેલા કપિલ દેવની ઝલક જોવા મળે છે. આ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ખેલાડીઓને ટ્રેનિંગ અને એક સીનમાં રજનીકાંતની સાથે બેસીને મેચ જોતા જોવા મળી રહ્યા છે.
લાલ સલામના ટ્રેલરમાં રજનીકાંતનો એક્શન અવતાર જોઇને તમે ફિદા થઇ જશો. ફિલ્મનું ટ્રેલર દમદાર છે. ‘લાલ સલામ’ ફિલ્મ ૯ ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. રિલીઝના ૪ દિવસ પહેલાં ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યુ છે.
ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક કમાલનું છે. એઆર રહેમાને આનું મ્યૂઝિક કમ્પોઝ કર્યુ છે. આમ, વાત કરવામાં રજનીકાંતની એન્ટ્રી દરેક ફિલ્મમાં કંઇક હટકે રીતે અને ધમાકેદાર હોય છે. જો કે આ વખતે પણ કંઇક આવુ જ છે.
‘લાલ સલામ’ મુવીમાં પણ તમે રજનીકાંતની એન્ટ્રી જોઇને ઘરમાં સીટી વગાડવો લાગશો એટલી જોરદાર છે. આ ટ્રેલર સોશિયલ મિડીયામાં ધૂમ મચાવી રહ્યુ છે. આ ટ્રેલર લોકોને ખૂબ પસંદ પડી રહ્યુ છે.SS1MS