ઘાટલોડિયાની મ્યુનિસિપલ શાળાઓમાં “બાળ ગોપાળ બચત બેંક” એક નવતર પ્રયોગ
(પ્રતિનિધિ)અમદાવાદ, ગુજરાત રાજયના મૃદુ અને મકકમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર સેવા… સંકલ્પ… અને સમર્પણપ ને બે વર્ષ પૂર્ણ થતા મ્યુનિ. સ્કૂલ બોર્ડ દ્વારા એક અનોખી બાળ ગોપાળ બચત બેંક યોજના ઘાટલોડિયા વિધાનસભાની ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમની ૨૫ શાળાઓમાં પ્રાયોગિક ધોરણે અમલમાં મુકવામાં આવી. જેનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગના ૧૦૫૯૦ બાળકોને મળશે.
મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ શાસનાધિકારી લબ્ધીર દેસાઈના જણાવ્યા મુજબ બાળ ગોપાળ બચત બેંક યોજનાના અનેક અનેક ફાયદા છે. પ્રાથમિક કક્ષાએથી બાળકો બચતનું મૂલ્ય સમજે, નાણાંનું મૂલ્યે જાણે, કરકસરથી રૂપિયા બચાવે અને પોતાના જન્મદિને અથવા તો પોતાના ઘરે આવતા મહેમાનો દ્વારા આપવામાં આવતા રૂપિયા બજારૂ ચીજ વસ્તુ કે ખાદ્ય સામગ્રીમાં ન વાપરતા હેલ્થી બને
તથા બચતના નાણાંથી પોતાના ઉચ્ચ અભ્યાસમાં માતા-પિતાને આર્થિક મદદ કરી શકે તેવો ઉમદા ઉદ્દેશ રહેલ છે. આ યોજનાથી બાળકોના ગાણિતીક કૌશલ્યમાં પણ વધારો થશે. હાલ,બાળ ગોપાળ બચત બેંક યોજના સાબરકાંઠાના ઇડર ખાતે અશ્વિનભાઈ પટેલ સફળતાપૂર્વક ચલાવી રહયા છે. આનો લાભ અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડની શાળાઓમાં મળે તે માટે ગુજરાતના મૃદુ અને મકકમ મુખ્યમંત્રીની પ્રેરણાથી ઘાટલોડિયા વિધાનસભાની ૨૫ શાળાઓમાં પ્રાથમિક ધોરણે અમલ કરાવ્યો છે.
આ બાળ ગોપાળ બચત બેંક યોજનાના અમલ માટે શિક્ષકોને બેંકમાં ખાતુ ખોલવા તેમજ નોંધણી કરવાની માહિતી આપવામાં આવી. બાળકોને ખાતું ખોલાવવા અને નોંધણી ફી માટે રૂ.૧૦૬ રૂપિયા લેખે રૂ. ૧૨ લાખ જેટલી રકમ બાળકો પાસેથી ન લેતા ઝ્રજીઇ કંડમાંથી ડે.મેયર જતિનભાઈ પટેલના સાથ-સહકારથી આપવામાં આવ્યા છે. સાથે વધુમાં બાળક પ્રથમ રૂ.૧૦૦/-ની બચત કરશે તે બાળકના ખાતામાં એક આઇ.ટી. કંપની દ્વારા રૂ.૧૦૦/- બાળકના ખાતામાં જમા કરાવવામાં આવશે
એટલે કે રૂ.૧૨ લાખ આઇ.ટી. કંપની આપશે અશ્વિનભાઇ પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા, વિભાવના અને મુદ્દાઓ વિશે સમજણ આપવામાં આવી. આ કાર્યક્રમમાં શહેરના ડે મેયર જતિનભાઈ પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના ચેરમેન ડૉ સુજયભાઈ મહેતા,
બોડકદેવના મ્યુનિસિપલ કાઉન્સિલર કાંતિભાઈ પટેલ, શાસનાધિકારી શ્રી ડૉ એલ.ડી દેસાઈ, સ્કૂલ બોર્ડ સભ્ય નવિનભાઇ પટેલ, બચત બેંકના પ્રણેતા અશ્વિનભાઈ પટેલ, ભાગવત્ વિદ્યાપીઠના પ્રધાન આચાર્ય નરેન્દ્રભાઈ પંચોલી, સંગઠનના હોદ્દેદારો, સ્કૂલ બોર્ડના હોદ્દેદારો તથા અધિકારીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.