ઘોંઘબા તાલુકાના રીંછવાણી ગામે ૬૦ જેટલા કાચા પાકા દબાણો દૂર કરાયા

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) બારીઆ હાલોલ સ્ટેટ હાઈવે ઉપર આવેલા રીંછવાણી ગામે ૧૦૩ દબાણ કર્તાઓને ગ્રામ પંચાયત ધ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે થોડાક દિવસો પહેલા નોટિસો આપવામાં આવી હતી.
અને પોતાના દરસ્તાવેજો રજૂ કરવા મહેતલ અપાઈ હતી.ત્યારે આજે ગ્રામપંચાયત ધ્વારા જે નોટિસોની અમલવારી કરતા દબાણકર્તાઓ એ પોતાના દસ્તાવેજો રજૂ ના કરી શકતા અંદાજિત ૬૦ જેટલા કાચા પાકા દબાણકર્તાઓના દબાણોને દૂર કરવામાં આવ્યા હતા.
ઘોંઘબા તાલુકાના રીંછવાણી ગામના ગ્રામજનો ને ગ્રામ પંચાયત ધ્વારા થોડાક દિવસો પહેલા ૧૦૩ જેટલા દબાણકર્તાઓ ને પોતાના કાચા પાકા દબાણો દૂર કરવા નોટિસો પાઠવવામાં આવી હતી.અને પોતાના દસ્તાવેજો રજૂ કરવા માટેની મહેતલ અપાઈ હતી.જેનો વિરોધ કરી ગ્રામજનો ધ્વારા પંચમહાલ જિલ્લા અધિક નિવાસી કલેકટરને નોટિસો મામલે રજૂઆત કરી રહેમ નજર રાખવા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી.
ત્યારે આજ રોજ ઘોઘંબા તાલુકાના રીંછવાની ગામે ગ્રામ પંચાયત ધ્વારા તંત્ર રૂપી બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. જેમાં ૧૦૩ દબાણકર્તાઓ પૈકી અંદાજિત ૬૦ જેટલા દબાણકર્તાઓ ના કાચાપાકા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા.આ કાર્યવાહી પગલે નાનકડા રીંછવાણી ગામમાં લોક ટોળા એકત્ર થયા હતા.આ દબાણ હટાવ કાર્યવાહીમાં આર એન્ડ બી વિભાગ,વિસ્તરણ વિભાગ,ઘોંઘબા તાલુકા પંચાયત તેમજ પોલીસ પ્રશાસન પણ ખડેપગે હાજર રહ્યું હતું.ત્યારે સૌથી મોટી વાત તો એ છે કે ગામના સરપંચ નું પણ દબાણ તોડવામાં આવ્યું હતું.