કણજરી નજીક ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા વચ્ચેનું જાેઈન્ટ તુંટયુ
બે ડબ્બા લઇ એન્જિન આણંદ તરફ આગળ વધ્યું અને બાકીના ડબ્બા રેલવે
(પ્રતિનિધિ) નડિયાદ, અમદાવાદ થી વડોદરા તરફ જતી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન નડિયાદ વટાવી આણંદ તરફ જતી હતી તે વખતે કંજરી બોરીઆવી રેલવે સ્ટેશન નજીક ધીમી પડતા બીજા અને ત્રીજા ડબ્બા વચ્ચેનું જાેઈન્ટ તૂટી જતા માત્ર બે ડબ્બા જ આણંદ તરફ આગળ વધ્યા હતા જ્યારે બાકીના ડબ્બા રેલવે સ્ટેશન પર રહી ગયા હતા જેના કારણે અન્ય ટ્રેનો પણ લેટ થઈ હોવાનું જાણવા મળે છે.
સદનસીબે ગાડી ધીમી હોય ગાડી પાટા પરથી ઉતરી ન જતા મોટી જાનહાની અટકી હતી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ થી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન વડોદરા તરફ જવા માટે રવાના થઈ હતી નડિયાદ વટાવી લગભગ પોણા ત્રણ વાગ્યે કંજરી રેલવે સ્ટેશનને આવતા ટ્રેન ધીમી પડી હતી તે વખતે બીજા અને ત્રીજા ડબ્બા વચ્ચેના જાેઈન્ટ કોઈ કારણસર તૂટી જતા માત્ર બે ડબ્બા એન્જિન લઈને આગળ વધ્યું હતું જ્યારે અન્ય તમામ ડબ્બા કંજરી રેલવે સ્ટેશન પર અટકી ગયા હતા જેના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે આની જાણ રેલ્વે અધિકારો થતાં તેઓ દોડી ગયા હતા મુખ્ય ટ્રેક પર આ ટ્રેનના ડબ્બા અટકી ગયા હોય વડોદરા તરફ જતી અન્ય ટ્રેનો રોકી દેવામાં આવી હતી જેના કારણે અન્ય ટ્રેનના મુસાફરો પણ આ લખાઈ છે ત્યારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.
આ બાબતે રેલવેના પી આર ઓ ને પૂછતા તેમણે જણાવ્યું હતું કે કોઈ કારણસર કંજરી રેલ્વે સ્ટેશનને બીજા અને ત્રીજા ડબ્બા વચ્ચેનું જાેઈન્ટ તૂટી જતા ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનના બાકીના ડબ્બાઓ રેલવે સ્ટેશન પર અટકી ગયા હતા જ્યારે બે ડબ્બાને લઈને એન્જિન આગળ વધ્યું હતું. જાેકે તેમના તમામ મુસાફરો સલામત છે નડિયાદ થી અન્ય એન્જિન બોલાવીને ઇન્ટરસિટી ને આગળ મોકલવા માટેની કામગીરી હાથ કરવામાં આવી છે.
મુસાફરોના જણાવ્યા અનુસાર હાલમાં અન્ય ટ્રેનો પણ આ ટ્રેક પર આગળ વધતી નથી જેના કારણે મુસાફર મુશ્કેલીમાં છે ઇન્ટરસિટી રેલવે સ્ટેશને ધીમી હોય તે પાટા પર સલામત રીતે હતી જાે સ્પીડમાં હોત તો પાટા પરથી ઉતરી જવાની શક્યતા પૂરેપૂરી હતી.