GIDCમાંથી ભારતીય વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ LCB
દારૂ અને કાર મળી કુલ ૦૫,૩૬,૨૫૦ ના મુદ્દામાલ સાથે બે ની અટકાયત
ભરૂચ: પોલીસ મહાનિરિક્ષક અભય ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફ થી આગામી ૩૧ ડીસેમ્બર અનુસંધાને જીલ્લામા ગેરકાયદેસર રીતે દારૂ વેચાણ ની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા તેમજ હેરાફેરી થતી અટકાવવા સુચના આપવામા આવેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઈન્સ્પેકટર જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી ના પો.સ.ઈ પી.એસ.બરંડા તથા વાય.જી.ગઢવી તથા પોલીસ માણસોની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
આ દરમ્યાન બાતમી હકીકત મળેલ કે એક ટોયોટા કોરોલા કાર નંબર એમએચ ૦૨ પીએ ૬૧૮૩ મા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી અંક્લેશ્વર તરફ આવી રહેલ છે જેથી મળેલ બાતમી હકીકત આધારે ભરૂચ એલ.સી.બી ના પોલીસ માણસોની ટીમે
વાલીયા રોડ ઉપર વોચમાં રહી બાતમી હકીકત મુજબની કાર આવતા તેનો પીછો કરી અંક્લેશ્વર જીઆઈડીસી મા માનવ મંદિર પાસે કારને રોકી લઈ બે ઈસમો ધર્મેશભાઇ ઉર્ફે ધમો દશરથભાઇ વસાવા રહે-ચિકલોટા, નિશાળ ફળીયુ તા-નેત્રંગ જી-ભરૂચ તથા અરવિંદ જમનાપ્રસાદ શુકલા ઉ.વ.-૩૦ રહે.હાલ- રાધાકૃષ્ણ રેસીડન્સી મ.નં-એ/૧૯,આઈ.ટી.આઈ ની બાજુમા, મીઠા ફેકટરી પાસે, રાજપીપળા ચોકડી,અંક્લેશ્વર મુળ રહે- અયોધ્યા, ફેઝાબાદ, ગુખારઘાટ, મ.નં-સી-૧૮,સિવિલ લાઈન્સ સામે,જી-ફઝાબાદ ઉત્તરપ્રદેશ નાઓને ઝડપી પાડી તેઓના કબ્જા માંની ટોયોટા કોરોલા કાર નંબર એમએચ ૦૨ પીએ ૬૧૮૩ ની પાછળની સીટ નીચે બનાવેલ ચોરખાના માંથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂ કુલ પાઉચ બોટલ નંગ ૩૨૦ કિંમત રૂપિયા ૩૨,૦૦૦ તથા મોબાઈલ ફોન નંગ ૦૨ તેમજ ટોયોટા કોરોલા કાર કિંમત રૂપિયા ૭૫,૦૦,૦૦૦ તથા રોકડા રૂપિયા મળી કુલ કિંમત રૂપિયા ૦૫,૩૬,૨૫૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથધરી કબ્જે કરેલ મુદ્દામાલ તથા પકડાયેલ ઉપરોકત બન્ને ઈસમોને વધુ તપાસ અર્થે અંક્લેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન મા સોંપવામાં આવેલ છે.