કંપનીમાં કામદારોને મુકવા જતી પીક-અપ પલ્ટી મારતા બે ના મોત
અકસ્માતમાં ૧૦ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા ભરૂચ સારવાર અર્થે ખસેડાયા હતા: ઈજાગ્રસ્તોની હાલત નાજુક હોવાથી મુત્યુ આંક વધે તેવી શક્યતા
(પ્રતિનિધિ) ભરૂચ, વાગરાની વિલાયત જીઆઈડીસીની જ્યુબિલિયન્ટ કંપનીમાં કામદારોને લઈને જતી પિક-અપ ટેમ્પો પલ્ટી ખાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.જેમાં બે લોકોના કરુણ મોત નિપજ્યા હતા.તો ૧૦ થી વધુ મજૂરો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતની જાણ થતાં જ વાગરા પોલીસ સહિત ડ્ઢરૂજીઁ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આજરોજ વહેલી સવારે મજૂરો ભરીને વિલાયત જીઆઈડીસીમાં આવેલ જ્યુબિલિયન્ટ કંપનીમાં પીક-અપ ટેમ્પો જઈ રહ્યો હતો.તે દરમ્યાન વિલાયત ય્ૈંડ્ઢઝ્ર માં આવેલ કલરટેક્ષ કંપની નજીક આવેલ ચોકડી ઉપર કોઈક કારણસર પિક-અપ પલ્ટી જતાં અકસ્માતની ઘટના બની હતી.પિક-અપમાં સવાર મજૂરો પૈકી એક મજુરનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું.
તેમજ વધુ ઈજાઓના પગલે અન્ય એક કામદારનું પણ ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે ડ્રાઈવર સહિત અન્ય ૧૦ થી વધુ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં ભરૂચ સારવાર માટે ખસેડાયા હતાં. ઈજાગ્રસ્તોની હાલત જોતા મૃત્યુઆંક વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે.ઘટનાની જાણ થતા કંપનીના સત્તાધીશો સહીત વાગરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.ત્યાર બાદ ડ્ઢરૂજીઁ એ પણ ઘટના સ્થળની મુલાકાત લઈ વધુ તપાસ હાથધરી હતી.
ઉલ્લેખનીય છે કે,ઔદ્યોગિક વસાહતમાં પૈસા કમાઈ લેવાની ભાગદોડમાં લોકોના જીવ સાથે ગમ્મત થઈ રહી હોઈ તેમ સાબિત થઈ રહ્યું છે.માલ વાહક વાહનોમાં પણ ઘેટાં બકરા માફક મુસાફરોને બેસાડીને માટેલા સાંઢની જેમ પૂરપાટ ઝડપે દોડતા ટેમ્પાઓથી લોકોના જીવ જોખમાય રહ્યા છે.ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની ચૂકી છે.
જ્યુબિલિયન્ટ કંપનીના સત્તાધીશોએ માનવતા જાણે નેવે મૂકી દીધી હોઈ તેમ સરેઆમ નિયમોને નેવે મુકનાર કોન્ટ્રાકટરોને જાણે છાવરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. થોડા સમય પહેલાં પણ કામદારો ભરેલ આઈશર ટેમ્પો પલ્ટી ખાતા ૩૦થી વધુ કામદારોના જીવ જોખમાયા હતા. જોકે સદ્દનસીને મોટી હોનારત થતા અટકી ગઈ હતી.
જાણવા મળ્યા પ્રમાણેએ ટેમ્પોમાં પણ જ્યુબિલિયન્ટ કંપનીનાજ કામદારો ઘેટા બકરાની જેમ ભરેલ હતા અને બનેલ અકસ્માતની ઘટના તેનું ઉત્તમ ઉદાહરણ છે.વાગરા,વિલાયત,દેરોલ તેમજ ભરૂચથી માલવાહક ગાડીઓમાં લાવવા-લઈ જવાતા વાહનના માલિકો વિરુદ્ધ પોલીસ પ્રશાસન પણ દાખલારૂપ અને કાયદેસર કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી બન્યું છે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ અત્યંત બિસ્માર માર્ગને લઈને વહીવટી તંત્રને અનેકો વખત રજુઆત પણ કરવામાં આવી છે.તેમ છતાંય કોઈજ પરિણામ આવ્યું નથી.તે જોતા તંત્ર પણ કોઈ મોટી હોનારતની રાહ જોઈ બેઠું હોઈ જેવી ચર્ચાઓ પંથકના જાગૃત નાગરિકો માંથી ઉઠવા પામી છે અને વધુમાં GIDC માં આવેલ કંપનીઓમાં આવતી માલ વાહક મોટી-મોટી ટ્રકો પણ રસ્તામાંજ પાર્ક થતી હોય છે.
તે પણ એક ચિંતાનો વિષય છે.માલવાહક ગાડીઓમાં કામદારોનું વહન ખરેખર જોખમી સાબિત થઈ રહ્યું છે. માટે આવા બેફામ વાહન માલિકો, કંપની સહિત કામદારોના જીવ સાથે રમત રમનાર કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ પ્રશાસન દ્વારા કાયદાનો કોરડો જીંકી તેમની શાન ઠેકાણે લાવવામાં આવે જેથી કરી કોઈ મોટી હોનારત થતી અટકાવી શકાય તેમ છે.
નોંધનીય છે કે GIDC માં આવેલ તમામ રૂટ પરના માર્ગો અત્યંત જોખમી બની ગયા છે.ઠેક-ઠેકાણે મસ મોટા ખાડાઓનું સામ્રાજય જામ્યું છે.હાલ સર્જાયેલ અકસ્માતવાળી જગ્યાએ પણ ગુટણ સમાં ખાડાઓ પડેલ છે અને ભૂતકાળમાં પણ આજ ચોકડી પર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઇક ચાલકને જીવ ગુમાવવાનો વાળો આવ્યો હતો. GIDC માં સર્જાતા અકસ્માતોનું મુખ્ય કારણ જોખમી ખાડાઓ સાબિત થઈ રહ્યા છે.