Western Times News

Gujarati News

ગિફ્‌ટ સિટીમાં રોકાણના બહાને 1.28 કરોડની ઠગાઈ

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં છેતરપિંડીના બનાવો ખૂબ જ વધવા લાગ્યા છે. ગુનેગારો સાયબર ક્રાઈમ ફેક આઈડીથી પૈસા ખંખેરવા જેવી ઘણી ઘટનાઓ બને છે. તો વધુ એક છેતરપિંડીનો બનાવ સામે આવ્યો હતો.

ગિફ્‌ટ સિટી ખાતે રોકાણ કરાવાના બહાને એક વ્યક્તિ પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવી રૂ. ૧.૨૮ કરોડની ઠગાઈ કર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ સંબંધે સાબરમતી પોલીસ મથકે બે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર ફરિયાદકર્તાએ સાબરમતી પોલીસ મથકમાં ૨ લોકો સામે ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદીએ ૨ આરોપીઓને ૨.૫૩ કરોડ રૂપિયા રોકાણના હેતુસર આપ્યા હતા.જે મામલે ૨ આરોપીઓએ ભોગ બનનાર પાસે ૨.૫૩ કરોડનું રોકાણ કરાવ્યું હતું.જેમાં તે ૨ આરોપીઓએ ઠગાઈ આચરીને ૧.૨૮ કરોડની છેતરપિંડી કરી હતી. સમગ્ર બાબતની જાણ ફરિયાદીને થતા તેણે પોલીસના દ્વાર ખટખટાવ્યા હતા.

ફરિયાદીએ ૧.૨૮ કરોડની છેતરપિંડી મામલે સાબરમતી પોલીસ મથકમાં કનૈયાલાલ અને સુધાબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.સાબરમતી પોલીસે ૈંઁઝ્ર કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. તો અમદાવાદ સિવાય ગુજરાતમાં છેતરપિંડીના ઘણા બનાવો બન્યા છે. અગાઉ છેતરપિંડીનો બનાવ ભાવનગરમાં સામે આવ્યો હતો. જેમાં ભાવનગરમાં સિહોર રોલિંગ મીલના માલિક સાથે ૨.૩૫ કરોડની છેતરપિંડી થઈ હતી.જે મામલે ૪ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.