ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં ઊંચાઈનો અવરોધ જોવા મળ્યો
જમીનોના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે
ગિફ્ટ સિટીનો એક માસ્ટર પ્લાન આગામી મહિને રજૂ થશે જેમાં બિલ્ડીંગની ઊંચાઈને લગતા નિયંત્રણો આવી શકે છે
ગાંધીનગર, અમદાવાદની જેમ હવે ગાંધીનગરમાં પણ જમીનોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં જમીનોના ભાવ આકાશને આંબી રહ્યા છે. તેમાં પણ ગિફ્ટ સિટીની આસપાસના વિસ્તારોમાં આ ભાવ ઘણો વધારે છે. પરંતુ હવે ગિફ્ટ સિટીની આસપાસના વિસ્તારોમાં જમીનોના ભાવમાં ઘટાડો થઈ શકે છે.
અંગ્રેજી અખબાર અમદાવાદ મિરરના અહેવાલ પ્રમાણે આ મહિનાના અંત સુધીમાં ગિફ્ટ સિટીનો માસ્ટર પ્લાન જાહેર કરવામાં આવશે. જેમાં ૨૩૦૦ એકર વિસ્તારમાં ઊંચાઈના નિયંત્રણો રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ શક્યતાને પગલે સ્થાનિક રિયલ એસ્ટેટ માર્કેટમાં ખળભળાટ મચી ગયો છે. આ નિયંત્રણોના કારણે જમીનના ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતા અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
ગાંધીનગરમાં ગિફ્ટ સિટી એટલે કે ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી ૩૩૦૦ એકરમાં ફેલાયેલું છે. જ્યાં જમીનના ભાવ આકાશે આંબી રહ્યા હતા ત્યાં હવે જમીનના ભાવમાં તીવ્ર ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂચિત ઊંચાઈ એટલે કે હાઈટના નિયંત્રણો અંગેની અનિશ્ચિતતાને કારણે આસપાસના વિસ્તારોમાં જમીનના ભાવમાં ૨૫ થી ૪૦ ટકાનો ઘટાડો થયો છે.
જમીનના ભાવમાં થયેલો ઘટાડો શાહપુર, રતનપુર, લવારપુર અને પિરોજપુર એમ ચાર ગામોને અસર કરે છે.હજી થોડા વર્ષો પહેલા આ વિસ્તારોમાં જમીનના ભાવ પ્રતિ ૪ કરોડ રૂપિયા પ્રતિ વીઘાની આસપાસ હતા. પરંતુ gift સિટીના વિસ્તરણની જાહેરાત થઈ તે સાથે જ તેમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો અને જમીનના ભાવ ૧૮ કરોડ રૂપિયા પ્રતિ વીઘા સુધી પહોંચી ગયા હતા. જેમાં આ ચાર ગામનો સમાવેશ થાય છે. જોકે, બિલ્ડીંગની ઊંચાઈઓ અંગેની અનિશ્ચિતતા સાથે હવે કિંમતોમાં પણ ઘટાડો થયો છે. અહીં જમીનના ભાવ ઘટીને ૧૦થી ૧૨ કરોડ રૂપિયા પ્રતિ વીઘા થઈ ગયા છે.
ગિફ્ટ સિટી ઓથોરિટીએ ગયા વર્ષે નવેમ્બરમાં તેના ડેવલપમેન્ટ પ્લાનમાં વધારાની ૨,૩૦૦ એકર જમીનનો સમાવેશ કર્યો હતો. ત્યારબાદ જમીનની કિંમતોમાં નાટ્યાત્મક વધારો થયો. આ વિસ્તારના માળખાગત વિકાસની ખાતરી કરવા માટે નોટિફાઈડ કમિટી સાથે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની સ્થાપના કરવામાં આવી હતી. આ વિસ્તરણ કરવામાં આવ્યું ત્યારે લોકોને લાગ્યું કે અહીંયા પણ ગિફ્ટ સિટી વિસ્તારની જેમ બહુમાળી ઈમારતો બનાવવામાં આવી શકે છે.
પરંતુ જેમ જેમ માસ્ટર પ્લાન વિકસિત થયો તેમ તેમ સત્તાવાળાઓએ gift સિટીના મુખ્ય ૧,૦૦૦ એકર વિસ્તારને બાદ કરતાં ૩,૩૦૦-એકર વિસ્તાર પર ઊંચાઈના નિયંત્રણો લાદવાનું વિચાર્યું.આંતરિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે માસ્ટર પ્લાન ફક્ત ૭થી ૧૦ માળની ઈમારતોને મંજૂરી આપી શકે છે. આ નિર્ણય પર ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ નજીકથી નજર રાખી રહ્યા છે. તેનો આશય રિયલ એસ્ટેટને સસ્તું રાખવાનો છે.
જોકે હજી અંતિમ નિર્ણયો બાકી છે. અન્ય એક અધિકારીએ આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ સુધરેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વધુ આકર્ષક સ્કાયલાઈનને ટાંકીને નીચી ઈમારતોના સંભવિત ફાયદાઓ જણાવ્યા છે. જોકે, બિલ્ડર્સ લોબી પણ આ સંભવિત નિર્ણયો અંગે પોતાનો મત રજૂ કરી રહ્યા છે. ગાંધીનગરના એક અગ્રણી બિલ્ડરે જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીના ૩,૩૦૦ એકરના નોટિફાઇડ વિસ્તારમાં જમીનના ભાવમાં ૨૫% કરતા વધુનો સુધારો જોવા મળી રહ્યો છે. માસ્ટર પ્લાનમાં આ વિસ્તારમાં પ્રસ્તાવિત સંભવિત ઊંચાઈ પ્રતિબંધોને કારણે છે આવું થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે પ્રીમિયમ ભાવે ખરીદેલી જમીન ખરીદદારો અથવા ડેવલપર્સ માટે હાઈ-રાઈઝ ડેવલોપમેન્ટને સમર્થન આપી શકતી નથી.ss1