Western Times News

Gujarati News

જ્યુબિલન્ટ ભરતીયા ફાઉન્ડેશન દ્વારા સલાદરા પ્રાથમિક શાળાને કમ્પ્યુટર લેબની ભેટ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) વિલાયત જીઆઈડીસીમાં આવેલી જ્યુબિલન્ટ કંપની દ્વારા આસપાસનાં વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને ખેતીવાડીને લગતા અનેક સેવાકીય અને જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે.તેના ભાગરૂપે આજરોજ સલાદરા ગામની પ્રાથમીક શાળાને કમ્પ્યુટર લેબની ભેટ અપાઈ હતી.

જ્યુબિલન્ટ ભરતીયા ફાઉન્ડેશન દ્વારા તેમની સીએસઆર કામગીરીની અંતર્ગત અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. સમાજમાં બદલાવ આવે, શિક્ષણનું સ્તર વધે, આરોગ્યની સુવિધા મળી રહે તેમજ આસપાસના ખેડુતો જાણકાર બની સારી ખેતી કરીને વધુ ઊપજ મેળવી શકે તે માટે જ્યબિલન્ટ ભરતીયા ફાઉન્ડેશન અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યુ છે.જેના ભાગરૂપે આજરોજ સલાદરા ગામની પ્રાથમીક શાળામાં ૩ લાખના ખર્ચે તૈયાર થયેલી અત્યાધુનિક કમ્પ્યુટર લેબ અર્પણ કરાઈ હતી.

જેનું ઉટ્‌ઘાટન વાગરા તાલુકા પંચાયતના મદદનીશ ઈજનેર મેહુલ ગામીત, સીઆરસી કોર્ડિનેટર કડોદરા જયેશ પટેલ એસોસિએટ ડાયરેકટર સીએસઆર દેવિના કલમનાં હસ્તે કરાયુ હતું.આ કાર્યક્રમમાં જ્યુબિલન્ટનાં પીઆર હેડ અલ્કેશ રાણા, સીએસઆર ડેપ્યુટી મેનેજર સૌરવ ચક્રવતી અને તેમની ટીમના સેજલ ચૌહાણ, ડૉ.શૈલેષ નકુમ,સલાદરાનાં મુખ્ય શિક્ષક યુસુફ પટેલ સહિત

અન્ય મહાનુભવો, વાલીઓ અને ગામના વડીલો ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે મુખ્ય શિક્ષક યુસુફ પટેલ જ્યુબિલન્ટ ફાઉન્ડેશન સહિત શાળામાં નોટબુકની સેવા આપનાર દેક્કન ફાઈન કેમિકલ્સ તેમજ અન્ય સેવાકીય સલતો આપનાર ગુજરાત કેમિક પોર્ટ લીમીટેડ,બિરલા ગ્રાસીમ સહીતની કંપનીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.